GSTV
Home » News » સલમાન ખાનની ‘રાધે’ ફિલ્મના સેટ પર જાઓ તો ભૂલથી પણ ન કરતાં આ કામ બાકી ભાઈજાન લઈ નાખશે ક્લાસ

સલમાન ખાનની ‘રાધે’ ફિલ્મના સેટ પર જાઓ તો ભૂલથી પણ ન કરતાં આ કામ બાકી ભાઈજાન લઈ નાખશે ક્લાસ

સલમાન ખાન બોલીવુડના તે એક્ટર્સમાંથી એક છે જેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ છે સલમાન ખાન ફિલ્મસ (SKF). તેની કંપની અન્ય એક્ટર્સ અને સલમાન ખાન માટે પણ ફિલ્મ બનાવે છે. જેમ કે ‘લવરાત્રિ’માં આયુષ શર્મા હીરો હતો. ‘હીરો’ ફિલ્મથી સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીએ ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત બજરંગી ભાઇજાન, ટ્યૂબલાઇટ, ભારત, રેસ થ્રી અને દબંગ 3 જેવી ફિલ્મો આ પ્રોડક્શન હાઉસમાં બની છે.

સલમાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આગામી ફિલ્મ બની રહી છે ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’. કારણ કે સલમાનની પ્રોડક્શન કંપની છે તો શુટિંગ સમયે નિયમ-કાયદા પણ તેમના જ ચાલતા હશે. રિપોર્ટ અનુસાર, સલમાને રાધેના સેટ માટે એકદમ નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. તેમાં બધુ જ લખવામાં આવ્યું છે કે સેટ પર શું કરવાનું છે અને શું નહી. આ નિયમ સ્પૉટબૉયથી લઇને ફિલ્મમાં કામ કરનાર એક્ટર્સ સુધી તમામને લાગુ પડે છે.

શું છે આ નિયમો

  • સેટ પર કોઇ ગંદી ભાષામાં વાત નહી કરે, એટલે કે ગાળા-ગાળી પર મનાઇ ફરમાવામાં આવી છે.
  • સેટ પર લોકો કચરો નહી ફેલાવે.
  • સીનિયર આર્સિસ્ટ ન્યૂકમર્સની મદદ કરશે અને મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખશે.
  • સેટ પર કોઇ ઘરેથી ભોજન નહી લાવે.
  • કોઇ બીડી-સિગરેટ નહી પીવે.

આ ફિલ્મમાં સલમાન ખાન જ લીડ એક્ટર છે. તેણે તાજેતરમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ફિલ્મનુ શુટિંગ શરૂ થવા અંગે જાણકારી આપી હતી. આ વીડિયો સેટ પર તેની એન્ટ્રીનો છે.

રાધેના પ્રોડ્યુસર નિખિલ નિમિતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સલમાને બોડીગાર્ડ, દબંગ ફ્રેન્ચાઇઝી માટે ગાઇડલાઇન બનાવી હતી. તે પોતાની કંપનીમાં બનનારી દરેક ફિલ્મ માટે નિયમ-કાયદા બનાવે છે. જેથી સેટ પર શિસ્ત જળવાઇ રહે.

જો કે આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભાઇજાન શું સજા આપે છે તે તો તેઓ જ જાણે પરંતુ સલમાન ખાનના બનાવેલા નિયમો તોડવાની હિંમત કોણ કરે તે પણ એક સવાલ છે.

Read Also

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!