GSTV

સ્કુલ વાહનો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ, બાળકોની સલામતિ માટે જાહેર કરાયા નિયમો

સ્કૂલ વાનમાં જતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્રારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે સ્કૂલ બસ રીક્ષા તેમજ વાન ચાલકોએ બાળકોની સલામતિ માટે જરૂરી પગલાં ભરવા આદેશ અપાયા છે.સ્કુલ બસ,રીક્ષા અને વાન ચાલકો માટેની માર્ગદર્શિકા પ્રમાણે સ્કૂલબસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.

ડ્રાઈવરની માહિતી અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ. બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ. બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલી ન હોવી જોઈએ. સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ. સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

તો સ્કુલ રીક્ષા માટેના પણ નિયમ જાહેર કરાયા છે. જેમાં કુલ 6 વિદ્યાર્થીને જ બેસાડી શકાશે.તો સ્કુલ વાનમાં 12 બાળકોને બેસાડી શકાશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી તેમજ થર્ડ પાર્ટી વીમો ફરજીયાત હોવો જોઇએ. તેમજ સ્કુલ વર્ધીના ડ્રાઇવર માટે બેઝ ફરજીયાત કરાયો છે. સૌથી મહત્વની વાત તો એછેકે સ્કુલ વાહનો માટે આ પહેલા પણ અનેક નિયમો જાહેર કરાયા છે.પરંતુ તેનું કેવું અને કેટલું પાલન થાય છે તે સૌ જાણે છે ત્યારે હવે આ માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે તો સમય જ બતાવશે.

READ ALSO

Related posts

શું ગુજરાત નથી રહ્યું મહિલાઓ માટે સુરક્ષિત! ઈવનીંગ વોક કરી રહેલી યુવતીની થઈ છેડતી, રોમીયો થયો ફરાર

pratik shah

ધારાસભ્ય અશ્વિન‌ કોટવાલની પોલીસે કરી અટકાયત, આ મામલે બેસવાના હતા ધરણા પર

pratik shah

ભાવનગર : અસ્થિ વિસર્જન કરવા આવેલો પરિવાર પળભરમાં વિખેરાયો, પત્નીની નજર સામે જ પતિ-પુત્ર અને પુત્રીનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!