GSTV

ધોરણ 5થી 8માં બાળકને નાપાસ કરવાના બદલાયા નિયમો, હવે આ છે નવી ગાઈડલાઈન

પરીક્ષા

Last Updated on March 18, 2020 by Mayur

ગુજરાત સરકારે આરટીઈ એક્ટમાં સુધારો કરી ધો.5 અને 8માં નબળા વિદ્યાર્થીઓ કે જેઓનું ઓછુ પરિણામ હોય તેઓને નાપાસ કરી શકાશે તેવો ઠરાવ કર્યો છે.ગત સપ્ટેમ્બરમાં કરેલા ઠરાવમા સરકારે સુધારો કર્યા બાદ આજે કરેલા નવા પરિપત્ર મુજબ ચાલુ વર્ષે ધો.5 અને 8માં જે વિદ્યાર્થી બે કે તેથી વધુ વિષયમાં ઈ ગ્રેડ મેળવે એઠલેકે 35 ટકાથી ઓછુ પરિણામ મેળવે તો તેને વર્ગબઢતી નહી અપાય એટલેકે આગળના ધોરણમાં નહી મોકલવામા આવે.

કયા વિદ્યાર્થીઓને આગળ મોકલાશે

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ આરટીઈ એક્ટની કલમ 24માં સુધારા બાદ આ કલમમા નવી પેટા કલમો ઉમેરાઈ છે. આ નવા સુધારા મુજબ ધો. 5 અને 8માં દરેક વિષયમાં એ,બી,સી કે ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને જ આગળના ધોરણમાં મોકલવામા આવશે એટલે કે પાસ ગણવામા આવશે જ્યારે ધો.5 અને 8માં બે કે તેથી વધુ વિષયમાં ઈ ગ્રેડ હશે તો તેને નાપાસ ગણવામા આવશે અને વર્ગબઢતી નહી અપાય.

તો વિદ્યાર્થીએ તે જ ધોરણમાં ભણવું પડશે

પરંતુ પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બે માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ એટલુ કે જરૂરી વધારાનું ભણાવ્યા બાદ શાળા કક્ષાએ ફરીથી વાર્ષિક પરીક્ષા લેવાની રહે અને જેમાં વિદ્યાર્થીએ જો પોતાના ગ્રેડમાં સુધારો કર્યો હશે તો આગળના ધોરણમાં નહી મોકલાય અને જો ગ્રેડમાં સુધારો નહી કર્યો હોય તો વિદ્યાર્થી તે જ ધોરણમાં ફરીથી ભણવુ પડશે.

આગળનાં ધોરણમાં નહીં જઈ શકે

સરકારનો આ ઠરાવ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સહીત તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે. કોઈ પણ સ્કૂલ આરટીઈ એક્ટ મુજબ ધો.5 અને 8 સિવાયના કોઈ પણ ધોરણમાં ઓછું પરિણામ હોય તો પણ આગળના ધોરણમાં જતા રોકી શકશે નહી એટલે કે નાપાસ નહી કરી શકાય.તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને ફરજીયાત આ પરિપત્રનો અમલ તમામ સ્કૂલોમાં કરાવવા સરકારે આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!