GSTV
Home » News » પ્રિયંકા ચોપરાના યુનિક બોક્સ બેગની કિંમત એટલી છે કે જેમાં આપણે આખી જિંદગી ઢગલો બોક્સ બેગ લાવી શકીએ…

પ્રિયંકા ચોપરાના યુનિક બોક્સ બેગની કિંમત એટલી છે કે જેમાં આપણે આખી જિંદગી ઢગલો બોક્સ બેગ લાવી શકીએ…

પ્રિયંકા ચોપરા બોલિવૂડની એક એવી અદાકારા છે, જેણે પોતાની મહેનત અને હુન્નરથી હોલિવૂડમાં ખાસ ઓળખ બનાવી છે. પડદા પર પોતાની ભૂમિકા પ્રમાણે રોલ કરનારી રિયલ લાઈફમાં ખરેખર ગ્લેમરસ છે. પ્રિયંકાનો લુક્સ હંમેશાં ચર્ચામાં રહ્યો છે.

થોડા દિવસ પહેલાં જ પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્ક ફેશન વીકમાં બ્લેક ડ્રેસ પહેરી પહોંચી હતી. તેના ડ્રેસ પર બીડ્સનું બહુ જ સરસ નેટ વર્ક કરેલું જોવા મળ્યું હતું. પ્રિયંકાએ તેના આ ડિઝાઈનર ડ્રેસની સાથે Oscar de la Rents બ્રાન્ડનું ગોલ્ડ મેટલ મિની અલિબી બોક્સ બેગ કેરી કરી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાના આ મિની ગોલ્ડ બેકની કિંમત 2,06, 452 રૂપિયા છે. પ્રિયંકાના વર્કની વાત કરીએ તો ધ સ્કાય ઈઝ પિંકથી બોલિવૂડમાં વર્ષો પછી કમબેક કરવા જઈ રહી છે. હોલિવૂડ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તેની ધ સ્કાય ઈઝ પિંક પહેલી બોલિવૂડ રિલીઝ ફિલ્મ હશે.

સોનાલી બોસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, જાયરા વસીમ, રોહિત શરફ લીડ રોલમાં જોવા મળશે. મૂવીનું ટ્રેલર ઘણું પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!