GSTV

ગુડિયા ગેંગરેપ કેસ: દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર આખો દિવસ ગેંગરેપ કરનારા બે દોષિત

હાલ નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે દિલ્હીમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી હતી, આ કેસમાં કોર્ટે બન્ને બળાત્કારીઓને દોષીત ઠેરવ્યા છે.

2013માં આ ઘટના બની હતી જોકે સજા સંભળાવવામાં આટલો વિલંબ થઇ ગયો છે. દિલ્હીની કોર્ટના એડિશનલ સેશન્સ જજ નરેશ કુમાર મલ્હોત્રાએ મનોજ શાહ અને પ્રદીપ કુમારને આ કેસમાં દોષીત જાહેર કર્યા છે. નરાધમોએ 24 કલાકથી વધુ સમય સુધી રેપ ગુજાર્યો હતો.

શાહ અને કુમાર બન્નેએ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એપ્રીલ 2013માં રેપ ગુજારવામાં આવ્યો હતો. બન્ને અપરાધને અંજામ આપીને ભાગી ગયા હતા. જ્યારે આ અપરાધીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા ત્યારે પોક્સો કોર્ટના જજે કહ્યું હતું કે નાની બાળકીઓ આપણામાં દેવી તરીકે પુજાય છે, બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ બને છે જે અતી દુ:ખદ છે.

બાળકી માત્ર પાંચ વર્ષની હતી જ્યારે તેના પર આ રેપ ગુજારવામાં આવ્યો. તે ઘણા સમય સુધી બેભાન અવસ્થામાં રહી અને ઘટના બન્યાના બે દિવસ બાદ તેને સ્થળ પરથી રેસ્ક્યૂ કરાઇ હતી અને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ કેસ ગૂડિયા ગેંગરેપ તરીકે વધુ જાણીતો બન્યો હતો.

આ કેસમાં અપરાધીઓને દોષીત જાહેર કરાતા પીડિતાના પિતાએ કહ્યું હતું કે છ વર્ષ સુધી ટ્રાયલ ચાલી જે બહુ લાંબો સમય છે પણ તેમ છતા અમને લાગી રહ્યું છે કે આખરે ન્યાય મળ્યો છે. 30મીએ આ અપરાધીઓને સજા સંભળાવવામાં આવશે.

2013માં જ બન્ને અપરાધીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે તે જ વર્ષે પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. પોક્સો કોર્ટમાં આશરે 57 સાક્ષીઓના નિવેદનો કરવામાં અને ટ્રાયલ પૂર્ણ કરવામાં પાંચ વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. 

જોકે જ્યારે આ અપરાધીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે તેઓએ બહાર ઉભેલા મીડિયા કર્મચારીઓ સાથે મારજુડ કરી હતી, જેમાં કેટલાક પત્રકારોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાની નોંધ બાદમાં કોર્ટે લીધી હતી અને મીડિયા કર્મચારીઓ પાસેથી લેખીતમાં ફરિયાદ રજુ કરવા કહ્યું હતું. કુમાર અને શાહ બન્નેને જ્યારે કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ઉત્તર પ્રદેશમાં રેપના કેસના દોષિતને 10 વર્ષની આકરી સજા

ઉત્તર પ્રદેશના બાહરાઇચ જિલ્લામાં એક શખ્સને રેપના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પોક્સો અંતર્ગત અમિત કુમાર પાંડેએ અપરાધીને દોષીત ઠેરવીને 10 વર્ષની આકરી સજા ફટકારી હતી સાથે જ 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.  વકીલે જણાવ્યું હતું કે અપરાધીએ અહીંના એક ગામમાં ખેતરમાં સગીરા પર રેપ ગુજાર્યો હતો, 2018માં આ ઘટના બની હતી અને બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પીડિતાના પરિવારે જ અપરાધીને સ્થળ પરથી પકડી લીધો હતો અને બાદમાં પોલીસને સોંપી દીધો હતો. પોક્સો અંતર્ગત આ અપરાધી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તેને 10 વર્ષની આકરી સજા ફટકારવામાં આવી છે. 

ઓડિશામાં સીઆઇએસએફ જવાન દ્વારા ચાર વર્ષની બાળકી પર રેપ

એક તરફ જ્યારે દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર રેપ ગુજારનારા બેને દોષીત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ ઓડિશામાં અતી શરમજનક ઘટના સામે આવી છે. અહીંના આઇઓસીએલમાં તૈનાત સીઆઇએસએફના એક જવાને પોતાના જ સહકર્મીની ચાર વર્ષની બાળકી ઉપર રેપ ગુજાર્યો હતો. અપરાધી તામિલનાડુનો છે અને તેની સામે પોક્સો અંતર્ગત કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. 

શુક્રવારે રાત્રે બાળકીને ચોકલેટના બહાને લઇ ગયો હતો અને બાદમાં તેના પર રેપ ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હાલ એફઆઇઆર દાખલ કરી લીધી છે અને અપરાધીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાળકીનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશમાં મહિલાને ખાટલા સાથે બાંધી સળગાવી હત્યા કરી

ઉત્તર પ્રદેશના બિજનોરમાં માનવતા શર્મસાર બની જવા પામી છે. બિજનોરમાં ગજરોલામાં શિવ વિસ્તારમાં કેરીના એક બગીચામાં ખાટલા ઉપર એક મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવ્યો છે. એવી શંકા છે કે મહિલા પર રેપ ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હોઇ શકે છે. જાણકારી અનુસાર ગૌતમબુદ્ધ નગરમાં રહેતા વિશંભરા વિસ્તારના શખ્સના કેરીના બગીચામાંથી એક સળગેલી અવસ્થામાં લાશ મળી આવી હતી.  તેણે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલાની ઓળખ કરવી મુશ્કેલ છે અને તેના પર રેપ થયો છે કે નહીં તેની જાણકારી મેળવવાનો પ્રયાસ જારી છે.

Read Also

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!