ઘણીવાર તમે લોકોને ખાધા પછી ગોળ ખાતા જોયા હશે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શેરડીમાંથી તૈયાર કરવામાં આવતો ગોળ, કુદરતી રીતે મીઠો હોવાથી ગોળ ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આયુર્વેદ ઉપરાંત મેડિકલ સાયન્સે પણ કહ્યું છે કે ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ખાંડને બદલે ગોળનું સેવન તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગોળમાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ મળી આવે છે, જેની શરીરને દરરોજ જરૂર હોય છે.
આરોગ્ય નિષ્ણાત કહે છે કે ખાંડના બદલે ગોળનું સેવન કરવું લાભદાયી ગણાય છે. ગોળ આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, જે લોહીથી લઈને હાડકાં અને સ્યાનુઓને સ્વસ્થ રાખવા સુધી તમારે માટે લાભદાયી હોય શકે છે. સંશોધકોએ જાણ્યું કે ભલે જ ગોળ મીઠો હોય છે પરંતુ ડાયાબિટીસ દર્દી માટે પણ તેનું સેવન લાભદાયી હોય શકે છે.
પાચન સ્વાસ્થ્યમાં થાય છે સુધારો
આયુર્વેદ અને મેડિકલ સાયન્સ, બંનેએ શોધી કાઢ્યું કે ગોળ ખાવો પાચન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય શકે છે. તેને ખાસ બનાવે છે ગોળમાં હાજર ફાઈબરનું પ્રમાણ. સંશોધકોએ જાણ્યું કે ગોળ પાચનને યોગ્ય રાખવા સાથે કબજિયાત અટકાવવા અને મળ પ્રક્રિયા સરળ બનાવવામાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે. ઘરેલુ ઉપાય તરીકે પણ વર્ષોથી જમ્યા બાદ ગોળ ખાવાની આદતને પાચન માટે લાભદાયી જણાવવામાં આવે છે.
લીવરને ડિટોક્સ કરે છે
લીવરમાંથી ઝેરી પદાર્થને ઓછું કરવું અને તેના કાર્યોને યોગ્ય રાખવા માટે પણ ગોળનું સેવન કરવું વિશેષ લાભદાયી હોય શકે છે. ગોળમાં હાજર પોષક તત્વ, શરીરને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપે છે. ગોળનું નિયમિત સેવનની આદત પાચન અંગો માટે વિશેષ લાભદાયી હોય શકે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
ગોળ વજન ઓછું કરવા માટે પણ લાભદાયી હોય શકે છે. ગોળમાં ફાઈબરનું પ્રમાણ વધું હોય છે, જેને વજન ઓછું કરવા માટે જરૂરી ગણાવામાં આવે છે. આ શરીરનથી ઝેરી પદાર્થને બહાર કાઢવા સાથે, ઈલેક્ટ્રોલાઈટ સંતુલનને બનાવી રાખવા અને મેટાબોલિઝમમાં સુધારો કરવા માટે અસરકાકર હોય છે. સંશોધકોએ જાણ્યું છે કે ગોળ ખાવો પાચનમાં સુધારો કરવા સાથે વજનને નિયંત્રિત રાખવામાં તમારા માટે ખાસ ફાયદાકરાક હોય શકે છે.
નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું