ઓછી કિંમત અને વધુ નફાને કારણે ભારતમાં મશરૂમની ખેતી લોકપ્રિય થઈ ગઈ છે. ખેડૂતો અલગ અલગ પ્રકારના મશરૂમની ખેતી કરી લાખો રૂપિયા કમાણી કરી રહ્યાં છે. ગુચ્છી મશરૂમનું નામ ભારતની સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ છે. ગુચ્છી મશરૂમ કુલ્લુ, શિમલા, મનાલી સહિત હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કુદરતી રીતે જંગલમાં ઉગે છે.

કિંમત જાણીને રહી જશો દંગ
ગુચ્છી મશરૂમ બજારમાં એક કે બે હજાર રૂપિયા નહિ પરતું 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આવેલા જંગલમાં આ મશરૂમ કુદરતી રીતે ઉગે છે, જોકે તેને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
વિદેશમાં પણ છે ડિમાન્ડ
ગુચ્છી મશરૂમનું વૈજ્ઞાનિક નામ – માર્કુલા એસ્ક્યુપલેંટા છે. ભારત સહિત અમેરિકા, ફ્રાંસ, ઈટલી સહિતના દેશોમાં પણ તેની વધુ માંગ છે. આ મશરૂમની સિઝન જાન્યુઆરી થી મધ્ય એપ્રિલ સુધી હોય છે. આ શાકને યોગ્ય રીતે સુકાયા બાદ માર્કેટમાં ઉતારવામાં આવે છે. હિમાચલના લોકો આ મશરૂમની શોધમાં કેટલાક દિવસો સુધી જંગલમાં ભટકે છે.

કેટલીક બીમારીઓ સામે છે ફાયદાકારક
આ મશરૂમમાં કેટલાક ઔષોધીય ગુણ હોય છે. આમા બી કોમ્પ્લેકસ વિટામિન, વિટામિન-ડી અને કેટલાક અમીનો એસીડ પણ સામેલ છે. આ મશરૂમને હાર્ટને બીમારી સમે ફાયદાકારક માનવામાં આવે છે.
(નોંધ – આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોના આધાર પર છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ)
Also Read
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી