GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગ, સેના એલર્ટ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં આવેલા આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગથી સેના એલર્ટ બની છે. સેનાને લાઈન ઓફ કંટ્રોલ પાસે કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ  ઓપરેશન શરૂ કર્યુ છે. પોલીસનું કહેવુ છે કે, સોમવારે સવારે આર્મી યુનિટ પાસે કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા. પોલીસનું માનવામાં આવે તો અહીં બે શંકાસ્પદ જોવા મળ્યા. ફાયરિંગની ઘટના સવારે ત્રણ વાગ્યે બની છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ઉરી આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 19 જવાન શહીદ  થયા હતા. આ હુમલામાં પાકિસ્તાની કનેક્શનની પોલ પણ ખુલી હતી. આ હુમલો જેશના આતંવાદીઓએ કર્યો હતો.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો. બાદમાં સૈન્ય દ્વારા આ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

કુલગામ જિલ્લામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું, અહીં સૌથી વધુ આતંકીઓ સક્રિય છે જેને પગલે અહીં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સવારે જ્યારે સૈન્યનો કાફલો અહીંના કેલ્લેમ ગામમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક તેમના પર છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો. જે બાદ સૈન્યએ પણ વળતી કાર્યવાહી કરી હતી. જેમાં પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. 

આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે, આ ઉપરાંત યુદ્ધ જેવા સ્ટોર્સ પણ આ વિસ્તારમાંથી મળી આવ્યા છે. બીજી તરફ આતંકીઓ સામેની કાર્યવાહીને પગલે કેટલાક વિસ્તારોમાં હિંસા ફેલાઇ હતી. જેને કાબુમાં કરવા માટે સૈન્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન હિંસાના આંકડા સરકારે જારી કર્યા છે જે મુજબ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન આતંકીઓ દ્વારા ભડકાવવામાં આવેલી હિંસામાં વધારો થયો હતો. રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ આહીરે લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કાશ્મીરમાં આતંકી હુમલાના ૬૧૪ બનાવ સામે આવ્યા હતા. ચાર વર્ષ પહેલા કાશ્મીરમાં જે આતંકી હુમલા થયા હતા તેની સરખામણીએ ગયા વર્ષે વધારે થયા છે. દરમિયાન ચાર વર્ષે ૯૧ સુરક્ષા જવાનો પણ શહીદ થયા હતા. સામેપક્ષે ૨૫૭ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

જ્યારે ૨૦૧૮માં લેફ્ટ વિંગ એક્સ્ટ્રિમિઝમ (એલડબ્લ્યુઇ) એરિયામાં હિંસાની ૮૩૩ ઘટનાઓ સામે આવી છે. જે દરમિયાન આશરે ૨૨૫ માઓવાદીઓ માર્યા ગયા હતા. અને સામેરક્ષે ૬૭ જવાનો, ૧૭૩ નાગરીકોના પણ મોત આ હિંસાઓ દરમિયાન થયા હતા. ૨૦૧૭માં ૯૦૮ નક્સલી હિંસાની ઘટના બની હતી, જે દરમિયાન ૧૩૬ નક્સલીઓ, ૧૮૮ આમ નાગરીકો અને ૭૫ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. કાશ્મીરમાં અને નક્સલી વિસ્તારોમાં હિંસાનું પ્રમાણ વધ્યું છે.  

કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન તેહરીક ઉલ મુજાહિદ્દીન પર પ્રતિબંધ

કાશ્મીરમાં અનેક નાના મોટા આતંકી સંગઠનો સક્રિય છે, આ પરિસ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા આવા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી રહી છે. કાશ્મીરમાં આવી જ આતંકી પ્રવૃત્તિ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેહરીક ઉલ મુજાહિદ્દીન નામના આતંકી સંગઠન પર પ્રતિબંધ મુકી દીધો છે.

સરકાર દ્વારા જારી એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આ આતંકી સંગઠન ૧૯૯૦માં સામે આવ્યું હતું, તેના પર હિઝબુલ મુજાહિદ્દીન જેવા અન્ય સંગઠનોને નાણાકીય, હથિયારો પુરા પાડવા સહીતની મદદ કરતું હતું આ ઉપરાંત ગ્રેનેડ વડે હુમલા કરવા, સૈન્યના હથિયારો જપ્ત કરી લેવા જેવી ઘટનાને પણ આ સંગઠને અંજામ આપ્યો હતો.

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલામાં સાત સુરક્ષા જવાનો સહીત ૧૧ ઘાયલ

કાશ્મીરમાં એક તરફ સૈન્ય દ્વારા તપાસ અભિયાન દરમિયાન પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ શ્રીનગરમાં સૈન્ય અને નાગરીકો પર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં સાત સુરક્ષા જવાનો સહીત ૧૧ લોકો ઘવાયા હતા. ઘાયલોને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

શ્રીનગરના લાલ ચોક પાસે આવેલા પેલ્લેડીયમ સિનેમા નજીક ૬.૪૫ કલાકે આ હુમલો થયો હતો. આતંકીઓ ગ્રેનેડ ફેંકીને નાસી છુટયા હતા. જેને પગલે તેમની શોધખોળ ચાલી રહી છે. જે જવાનો ઘવાયા તેમાં ચાર જવાનો સીઆરપીએફ સાથે સંકળાયેલા છે, આ હુમલા પાછળ આતંકીઓનો હાથ હતા. 

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV