GSTV

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Last Updated on September 21, 2021 by Pravin Makwana

જીટીયુ દ્વારા આગામી શિયાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓની તારીખ જાહેર કરવામા આવી છે.જે મુજબ દિવાળીનુ વેકેશન પૂર્ણ થતા જ ૧૬મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરુ થશે.જે તમામ ઓફલાઈન મોડમાં જ લેવાશે.

કોરોનાને પગલે જીટીયુ દ્વારા ૨૦૧૯- ૨૦૨૦ની ઉનાળુ સત્રની પરીક્ષાઓ તેમજ ૨૦૨૦-૨૧ની શિયાળુ સત્રની પરીક્ષાઓ અને ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવામા આવી હતી.જીટીયુ દ્વારા લગભગ દોઢ વર્ષથી ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લઈ રહી છે ત્યારે હવે જીટીયુ દ્વારા આગામી શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવશે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષની વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓની તારીખ જાહેર કરવામા આવી છે.જે મુજબ ૧૬મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ થશે.પ્રથમ તબક્કામાં ડિગ્રી-ડિપ્લોમાના કોર્સીસની ૫થી૮ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાશે.તબક્કાવાર પરીક્ષાઓ લેવાશે અને જાન્યુઆરી સુધી પરીક્ષાઓ ચાલશે.આ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના મોડા પ્રવેશને લીધે તેઓની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ જાન્યુઆરી અંત કે ફેબુ્રઆરીમાં થશે.

જીટીયુ દ્વારા વિગતવાર પરીક્ષાઓનો કાર્યક્રમ થોડા દિવસો પછી જાહેર થશે.જીટીયુ દ્વારા તમામ કોલેજોને પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓને સૂચના આપવા સર્ક્યુલર કરવામા આવ્યો છે. જીટીયુની સૂચના મુજબ બી.આર્કિટેકચરમાં આર્કિટેકચર ડિઝાઈન અને ડિઝાઈન સ્ટુડિયો વિષયની અને એમ.ઈ-એમ.ફાર્મના ડિઝર્ટેશન વિષયની એક્સટર્નલ પરીક્ષાઓ જીટીયુ દ્વારા જ લેવામા આવશે.જ્યારે અન્ય તમામ કોર્સમાં એક્સટર્નલ પ્રેક્ટિકલ-વાયવા જે તે કોલેજની નક્કી કરાયેલી ફેકલ્ટી દ્વારા લેવાશે.વિવિધ કોર્સમાં જે તે કોલેજે ટર્મ પુરી થયાના ૧૫ દિવસમાં એક્ટર્નલ પ્રેક્ટિકલ-વાયવા પૂર્ણ કરી દેવાના રહેશે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!