GSTV
Gujarat Government Advertisement

GSTV ના અહેવાલની અસર, જમાલપુર છીપવાડમાં મોડી રાત સુધી ચાલતી દુકાનો સામે તંત્રની કાર્યવાહી અનેક દુકાનો સીલ

Last Updated on May 6, 2021 by pratik shah

અમદાવાદ,શહેરમાં કોરોના સંક્રમણ હોવાના કારણે સરકારે કરફ્યું લગાવી દીધું છે ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા હતા જેને લઈને GSTV દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની ઈમ્પેક્ટ આવી છે અને પોલીસ સાથે જ કોર્પોરેશન તંત્ર દ્વારા કડક હાથે કામ લીધું છે અને ઘણી દુકાનોમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઘણી દુકાનોમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી

શહેરના કોર્પોરેશની સામે આવેલા જમાલપુર વિસ્તારમાં મોડી રાત સુધી ખાણીપીણી અને ચા ની દુકાનો ચાલતી હતી જેની વિગત GSTV ને હાથે લગતા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો કે જમાલપુર છીપાવાડ વિસ્તારમાં અનેક દુકાનો મોડી રાત સુધી ચાલી રહી છે મોટી સંખ્યામાં લોકોની હાજરી નજરે પડી રહી હતી નાં તો શોશિયલ ડિસ્ટન્સ દેખાતું હતું કે ના તો કોઈએ માસ્ક પહેરેલા હતા આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વધવાની પૂરી શક્યતા દેખાઈ રહી હતી…જમાલપુરના છીપાવાડ વિસ્તારમાં કે જ્યાં સ્થાનિક ધારસભ્ય ઇમરાન ખેડાવાલા રહે છે તો ઘણા સ્થાનિક આગેવાનો પણ અહી જ રહે છે તેમ છતાં આ બજાર મોડે સુધી ચાલતું હતું તો પોલીસ સ્ટેશન પણ નજીકના અંતર માં જ છે.

બજાર મોડે સુધી ચાલતું હતું તો પોલીસ સ્ટેશન પણ નજીકના અંતરમાં

આજે બપોરના સમયે કોર્પોરેશન અને પોલીસ વિભાગની ટીમો છીપા વાડ ખાતે પહોચી હતી અને અનેક દુકાનોને શીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. નોટીસ દુકાનો પર લગાવવામાં આવી છે તેમાં સ્પસ્ટ લખવામાં આવ્યું છે કે કોવીડ ૧૯ સંદર્ભમાં જન આરોગ્યના હિતને ધ્યાને લઈને ચેકિંગ કરતા ગાઈડ લાઈનનું પાલન થતું નહોતું જેને લઈને દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોના કાળ ચાલી રહ્યો છે મહત્વનું છે કે લોકોને અત્યારે આવક ઘટી ગઈ છે પરંતુ બીજી તરફ સંક્રમણ વધી રહ્યું છે આવા સંજોગોમાં ગાઈડ લાઈનનું પાલન થાય છે જરૂરી છે અને હોટેલ કે રેસ્ટોરાંમાં સરકાર દ્વારા માત્ર ટેક અવે સીસ્ટમ જ લાગુ રાખી છે તો 8 વાગ્યા બાદ સંપૂર્ણ કરફ્યું અમલી બનાવવામાં આવ્યું છે આવામાં જો મોડી રાત સુધી ખાણીપીણીની દુકાનો ચાલુ રહે અને લોકો ટોળે વળે તો સંક્રમણ વધી શકે છે આવામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે એ જરૂરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!