GSTV

GSTV Impact: અહેવાલ બાદ માંગરોળ પહોંચી સ્વાસ્થ્ય વિભાગની ટીમ, વિસ્તારને કર્યો સેનિટાઇઝ

Last Updated on January 9, 2021 by pratik shah

જૂનાગઢના માંગરોળમાં ફરીવાર જીએસટીવીના અહેવાલનનો પડઘો પડ્યો છે. 50થી વધુ કાગડાઓના મોત અંગેના થયેલા આક્ષેપ બાદ લોએજ ગામે અધિકારીઓ દોડી આવ્યા.

GSTV Impact

કાગડાઓના શંકાસ્પદ મોતના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. અહીં 70થી 80 કાગડાઓના મૃતદેહો મળ્યાની ચર્ચાઓ શરૂ થઈ.

જોકે, વનવિભાગ માત્ર 10 કાગડાઓના મૃતદેહ લઈને જતુ રહ્યુ હોવાનો આક્ષેપ તાલુકા પંચાયતના સભ્ય રામભાઈ નંદાણીયાએ લગાવ્યો હતો. શ્વાન જેવા પશુઓ મૃતદેહોને ચૂંથી રહ્યા છે અને રોગચાળો વકરે તેવી પણ તાલુકા પંચાયતના સભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ માણાવદરમાં બર્ડ ફ્લુનો પોઝીટીવ કેસ સામે આવતા ગાંધીનગરથી હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના બાંટવાના ખારા ડેમમાં મૃત હાલતમાં મળેલી ટીટોડીઓના બર્ડ ફ્લૂ કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પક્ષીઓમાં ફેલાતો બર્ડ ફ્લુ પક્ષીઓ મારફતે મનુષ્યમાં ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે પશુપાલન હેલ્થ વિબાગ, વનવિભાગ અને નગર પાલિકા તેમજ પોલીસ હરકતમાં આવી હતી. ડેમ વિસ્તારમાં વસવાટ કરતાં તમામ પક્ષીઓને ગતિવિધિઓ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!