GSTV
Gujarat Government Advertisement

GSTV IMPACT : ધો.9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોનો તંત્રએ કર્યો સ્વીકાર

Last Updated on July 7, 2017 by

  • જીએસટીવીના અહેવાલનો પડઘો
  • ધો. 9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોની ભરમાર
  • અહેવાલ બાદ તંત્રએ કર્યો ભૂલનો સ્વીકાર

ભણે ગુજરાત આગળ વધે ગુજરાત પરંતુ આજે ગુજરાતના બાળકો જો ધો.9 અને 10ની ગુજરાતીની પુસ્તકને અનુસરે તો ભયંકર ભૂલોમાંથી ભૂલવાળુ ગુજરાતી જ શીખે અને આજ ભૂલોથી ભરપૂર ગુજરાતી અંગે જીએસટીવીએ પ્રસારીત કર્યો હતો અહેવાલ. જીએસટીવીના અહેવાલની ગણતરીની કલાકોમાં ભૂલનો સ્વીકાર તો થયો જ સાથે શિક્ષણ પ્રધાને પણ ખેદ વ્યકત કર્યો છે.

GSTV ના અહેવાલ બાદ ગુજરાત રાજ્યનું પાઠ્ય પુસ્તક મંડળ સફાળુ જાગ્યું છે. રાજ્યના શાળા પાઠ્ય પુસ્તક મંડળના કાર્યવાહકે ભૂલનો સ્વીકાર કર્યો છે. તેની સાથે જીએસટીવીના અહેવાલની નોંધ શિક્ષણ પ્રધાને પણ લીધી અને ખેદ વ્યકત કરવાની સાથે વિષય સંયોજક સહિત જવાબદારો સામે પગલા ભરવાની વાત કરી છે.

જુઓ GSTVનો ગઈકાલનો અહેવાલ  : પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષાની 1000થી વધુ ભૂલો

જીએસટીવી દ્વારા ધો.9 અને 10ની ગુજરાતી ભાષાના પુસ્તકોમાં ભૂલોની ભરમારને દર્શાવ્યા બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.

એવું નથી કે ગુજરાત શાળા પાઠ્ય પુસ્તક મંડળના ભાષાના પુસ્તકોમાં ભૂલો સામે આવી હોય પરંતુ ભૂતકાળમાં પણ આવી ભૂલો સામે આવી ચૂકી છે અને વિદ્યાર્થીઓ ભૂલવાળુ ગુજરાતી શીખ્યા પણ હશે. જો કે મહત્વનું એ છે કે ભૂલોની પરંપરાની આ ભૂલ ક્યાં સુધી ચાલું રહેશે, ક્યારે આ ભૂલ સુધરશે?

 

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!