GSTV
Gujarat Government Advertisement

GSTV EXCLUSIVE : રાજ્યમાં જમીન માપણી સરવેમાં પોલંપોલ, હકીકત હચમચાવી દેશે

Last Updated on July 24, 2018 by

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની વિશ્વનીયતા સામે સવાલો ઉઠવાના સતત ચાલુ છે અને આ સર્વેમાં એટલું બધુ પોલંપોલ ચાલ્યું છે કે, ખેડૂતોએ આખી જમીન માપણી રદ કરીને નવેસરથી જ જમીન માપણી કરવાની માગ કરી છે ત્યારે આવો જોઇએ વિશેષ અહેવાલ જમીન માપણીનું પોલંપોલ…

જમીન માપણીના સર્વેમાં રીતસર ધુપ્પલ ચાલ્યું છે. મોટાભાગના કિસ્સામાં એક જમીનનો કબજો બીજાને બતાવી દેવાયો છે ઉપરાંત કોઈની જમીનમાં બે ગુંઠા જમીન વધી ગઈ હતી તો કોઈનામાં જમીન ઘટી ગઈ હતી. આમ કોઈના ખેતરો મોટા થઈ ગયા છે તો કોઈના નાના થઈ ગયા છે. ત્યારે સવાલ એ થાય કે આ જમીન માપણીના કોઇ નિયમો નહીં બન્યા હોય?

હકીકતમાં તો જમીન માપણીનો નિર્ણય લેવાયો ત્યારે તો કાગળ પર સુંદર રેખાચિત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે જાણીએ કે જમીન માપણી ખરેખર કઇ રીતે કરવાની હતી ? હવે તમને સવાલ થશે કે જમીન માપણીમાં આટલી બંડલબાજી કેમ થઇ? હકીકતમાં રેફરન્સ પોઇન્ટ લઇને માપણી કરવાની હતી તેના બદલે અનુમાનથી માપણી થઇ છે.

માપણી માટે રેફરન્સ પોઇન્ટ જ ઊભા ન થતાં ચારે બાજુ હોબાળો મચી ગયો હતો…  હવે આ ખોટી માપણી સુધારવા ચાર ગણી ભૂલ કરી છે. એક સર્વે નંબર સુધારવા જતાં બીજા નંબરમાં ગોટાળો થયો છે. આમ માપણીમાં ગોટાળાનો સિલસિલો ચાલ્યો છે… જમીન માપણીની વાંધા અરજીઓ આવે ત્યારે એક ખેતરની માપણી સુધારવા જતાં આજુ બાજુના તમામ ખેતરોના નકશા ખોટા થાય છે.

એટલે વાંધા અરજીના આધારે પણ જમીન માપણીમાં સુધારા શક્ય જ નથી. તેથી આ જમીન માપણી રદ કરીને નવેસરથી જ જમીન માપણી કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોને તેમની જમીનના સાચા નકશાં મળશે. આથી જમીન માપણી રદ કરીને નવેસરથી જ કરવી પડે…

  • જમીન માપણી કૌભાંડનો જીઅેસટીવીનો મોટો ખુલાસો
  • જમીન માપણી સરવેમાં ચાલેલી પોલંપોલનો ચોંકાવનારો ખુલાસો
  • જમીન માપણીના નિયોમોને જાણો કઈ રીતે ઘોળી પી જવાયા
  • કરોડોના ખર્ચે થયેલી જમીન માપમી કૌભાંડની રજેરજની વિગતો જીઅેસટીવી પાસે
  • મારી મચડીને જમીનના નકશા બનાવાયા તેના જીઅેસટીવી પાસે છે પુરાવા
Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!