GSTV
Gandhinagar GSTV લેખમાળા ગુજરાત ટોપ સ્ટોરી

GSTV Exclusive / સ્ટાર્ટઅપની દુનિયામાં ગુજરાતની છલાંગ : જગતના સ્ટાર્ટઅપ લિસ્ટમાં રાજ્યના 135 સાહસનો સમાવેશ

ગ્લોબલ સ્ટાર્ટઅપ લિસ્ટમાં ભારતને નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. 2020ના લિસ્ટમાં ભારતનું સ્થાન 48મું હતું જે 2021ના લિસ્ટમાં 19મું થયું છે. સ્ટાર્ટઅપ માટેના આ લિસ્ટમાં ભારતે 28 અંકનો જમ્પ માર્યો છે. આ લિસ્ટ સ્ટાર્ટઅપ બ્લિન્ક નામની ગ્લોબલ એજન્સીએ તૈયાર કર્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપનો સતત વિકાસ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે. બીજી તરફ રાજ્ય સરકારો અને ફંડ આપનારાઓ પણ સ્ટાર્ટઅપના વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. આ રિપોર્ટમાં ભારત સાથે ગુજરાતના શહેરોના સ્ટાર્ટઅપની પણ નોંધ લેવાઈ છે. એ મુજબ અમદાવાદમાં 83, સુરતમાં 24, વડોદરામાં 16 એને રાજકોટમાં 12 સ્ટાર્ટઅપ છે. એટલે કે ગુજરાતના 135 સ્ટાર્ટઅપને ગ્લોબલ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ લિસ્ટ https://www.startupblink.com/startups/india પર જોવા મળી શકે છે.

402 પાનાંના રિપોર્ટમાં જગતના સ્ટાર્ટઅપ હબની યાદી આપવામાં આવે છે. એટલે કે ક્યા દેશો એવા છે જ્યાં નવાં નવાં સ્ટાર્ટઅપને સૌથી વધુ વિકાસની તકો મળે છે. ભારતમાં પણ બેંગાલુરુ, દિલ્હી અને મુંબઈનો સમાવેશ જગતના ટોપ-20 સ્ટાર્ટઅપ સીટિમાં કરવામાં આવ્યો છે. એટલે કે ત્યાં સૌથી વધુ સ્ટાર્ટઅપ વિકસે છે.

ગુજરાતના નોંધપાત્ર સ્ટાર્ટઅપમાં પેટપૂજા, માતૃભારતી, સિટી શોર, મેડકાર્ટ ફાર્મસી, કોન્ટેક્ટ બૂક, કોન્ટેક્ટ બૂક, સિસા સિક્યુરિટી, યાપ્પા, ઝૂડ મોકલ, ઓન વે કેબ, ગુરુ ટેકનોલેબ્લ, ખેડૂત વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગના સ્ટાર્ટઅપ સોફ્ટવેર અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છે.

1000 સ્ટાર્ટઅપ સિટીમાં ગુજરાતના શહેરોનો સમાવેશ (શહેર-રેન્ક)

  • અમદાવાદ-223
  • વડોદરા-431
  • સુરત – 458
  • રાજકોટ – 812

કોઈ સ્ટાર્ટઅપનું બજારમૂલ્ય 1 અબજ ડોલરથી વધારે નોંધાય તો તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. ભારતમાં આવા સ્ટાર્ટઅપની સંખ્યા 102 થઈ છે. અમેરિકા અને ચીન પછી સૌથી વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ ભારતમાં છે.

ભારતના સ્ટાર્ટઅપ ફીગર્સ

  • ભારતમાં સ્ટાર્ટઅપની કુલ સંખ્યા 61400થી વધારે નોંધાઈ છે.
  • સ્ટાર્ટઅપના આ ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન પ્રથમ 20 દેશોમાં 19મુ છે.
  • તેમાંથી 102 સ્ટાર્ટઅપ યુનિકોર્ન એટલે કે 1 અબજ ડોલર કે તેનાથી વધારે મુલ્યના છે.
  • યુનિકોર્ન સ્ટાર્ટઅપનું કુલ વેલ્યુએશન 330 અબજ ડોલર થાય છે.
  • સ્ટાર્ટઅપ દ્વારા 2014થી 2021 વચ્ચે 124 અબજ ડોલરનું ફંડ ભેગું કરવામાં આવ્યું છે.
  • ભારતમાં સૌથી વધારે ફંડ મેળવનાર સ્ટાર્ટઅપ બાયઝુસ છે.
  • ભારતમાં સ્ટાર્ટઅપ્સને કારણે 6 લાખથી વધુને રોજગારી મળી છે.
  • 102 યુનિકોર્નમાંથી બેંગાલુરુમાં 39, દિલ્હીમાં 33 અને મુંબઈમાં 17 નોંધાયા છે.
  • કુલ સંખ્યાની વાત કરીએ તો ભારતના કુલ સ્ટાર્ટઅપમાંથી 11000 જેટલા એકલા બેગાલુરુમાં છે. મૂલ્યની દૃષ્ટિએ 55 ટકા વેલ્યુ બેંગાલુરુના સ્ટાર્ટઅપ ધરાવે છે.
  • હૈદરાબાદ, ચેન્નઈ, પુને અને કોચીન પણ ભારતના મહત્વના સ્ટાર્ટઅપ શહેરો છે.

કોરોના પછીના સમયમાં ભારતના સ્ટાર્ટઅપનો અવિરત વિકાસ જોવા મળ્યો છે. સ્ટાર્ટઅપ એ આઈડિયા આધારિત બિઝનેસ છે. કોઈ પાસે આઈડિયા હોય અને બીજું કોઈ તેમાં ફંડ રોકે. એ રીતે સ્ટાર્ટઅપ શરૃ થતાં હોય છે અને વિકસતા હોય છે. આ વ્યવસ્થાને કારણે સ્ટાર્ટઅપ શરૃઆતમાં નફો નોંધાવી શકતા નથી. ભારતના 102 યુનિકોર્નમાંથી 18 સ્ટાર્ટઅપ જ એવા છે જે નફો કરે છે.
આખા જગતની વાત કરીએ તો સ્ટાર્ટઅપ માટે સર્વોત્તમ વાતાવરણ (ઈકો સિસ્ટમ) અમેરિકા પાસે છે. અહીં ટોપ-10 દેશોનું લિસ્ટ આપ્યું છે.

  1. અમેરિકા
  2. બ્રિટન
  3. ઈઝરાયેલ
  4. કેનેડા
  5. સ્વીડન
  6. જર્મની
  7. સિંગાપોર
  8. ઓસ્ટ્રેલિયા
  9. ફ્રાન્સ
  10. ચીન

આ સમગ્ર રિપોર્ટમાં 1000 શહેર અને 100 દેશો શઆમેલ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ વિકસિત સ્ટાર્ટઅપ ધરાવતા જગતના ટોપ-10 શહેર

  1. સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા)
  2. ન્યૂયોર્ક (અમેરિકા)
  3. બિજીંગ (ચીન)
  4. લોસ એન્જેલસ (અમેરિકા)
  5. લંડન (યુ.કે.)
  6. બોસ્ટન (અમેરિકા)
  7. શાંઘાઈ (ચીન)
  8. તેલ અવિવ (ઇઝરાયેલ)
  9. મોસ્કો (રશિયા)
  10. બેંગાલુરુ (ભારત)

એપ્રિલ 2022ના આંકડા મુજબ આખા જગતમાં 1 હજારથી વધારે સ્ટાર્ટઅપ એવા છે, જેમને યુનિકોર્નની ઓળખ મળી છે. જો કોઈ યુનિકોર્નની સંપતિ 10 અબજ ડોલરથી વધારે થાય તો તેને ડેકાકોર્ન કહેવાય. અને કોઈ સ્ટાર્ટઅપની સંપતિ 100 અબજ ડોલરથી વધે તો એ હેક્ટોકોર્ન તરીકે ઓળખાય છે.
અત્યારે જગતમાં 3 જ એવા સ્ટાર્ટઅપ છે, જે હેક્ટોકોર્નના દરજ્જે પહોંચ્યા છે. એમાં ટીકોટકની કંપની બાઈટડાન્સ, સ્પેસએક્સ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના સૌથી સફળ સ્ટાર્ટઅપની વાત કરીએ તો એ બાયઝુસ છે, જેનુ મુલ્ય 22 અબજ ડોલરથી પણ વધારે છે. ભારતના અન્ય સફળ યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં સ્વીગી, ઓયો રૃમ, મીશો, ક્રેડ, શેર ચેટ, કાર્સ-24 વગેરેનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari
GSTV