GSTV
Home » News » GSTV EXCLUSIVE : ગુજરાતની સાત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના નામ ફાઈનલ

GSTV EXCLUSIVE : ગુજરાતની સાત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના નામ ફાઈનલ

gujarat rahul gandhi

ગુજરાતમાં સાત બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. જેની જીએસટીવી પાસે એક્સલ્યુઝીવ માહિતી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બે દિવસ દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા. હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા બાદ સાત બેઠકો પર ઉમેદવારના નામને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેના પર મંજૂરીની મહોર લાગી શકે છે.

જીએસટીવીને મળેલી એક્સક્લુઝીવ માહિતી મુજબ બારડોલી બેઠક પર તુષાર ચૌધરીનું નામ લગભગ ફાઈનલ છે. નવસારી બેઠક પર સી.ડી.પટેલની પુત્રી ફાલ્ગુની પટેલ અથવા પૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલ પર પસંદગી થઈ શકે છે. દાહોદ બેઠક પર બાબુ કટારા અને ભાવેશ કટારામાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.

જ્યારે પોરબંદરમાં લલિત વસોયાનું નામ લગભગ ફાઈનલ છે. જ્યારે કચ્છ બેઠક પર કોકિલાબેન પરમાર, નરેશ મહેશ્વરીના નામ છે. તો અમદાવા પૂર્વ બેઠક પર હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તામાંથી પસંદગી થઈ શકે છે. જ્યારે વલસાડ બેઠક પર કિશન પટેલ અને જિતુ ચૌધરીના નામ છે. મહત્વનું છે કે દિલ્હી હાઈકમાન્ડે પહેલી યાદીમાં આણંદ, અમદાવાદ પશ્ચિમ, વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari