GSTV
Home » News » GSTV Exclusive : અમીરગઢ તાલુકામાં ચાલતા પાણી કૌભાંડ મુદ્દે તંત્રએ તપાસના આદેશ આપ્યા

GSTV Exclusive : અમીરગઢ તાલુકામાં ચાલતા પાણી કૌભાંડ મુદ્દે તંત્રએ તપાસના આદેશ આપ્યા

ફરી એક વખત જીએસટીવી સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહ્યું છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં ચાલતા પાણી કૌભાંડ મુદ્દે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમગ્ર કૌભાંડ મુદ્દે લેખિત અહેવાલ પણ માંગવામાં આવ્યો છે.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના પાણીદાર કૌભાંડ મામલે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમીરગઢ તાલુકાના ગામડાઓને પાણી પુરૂ પાડવાને બદલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત રચી કૌભાંડ આચર્યું હતું. પાણીની પાઇપલાઇનની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરાયો તેમજ પાણીના ખોટા બિલ પણ ઉધારાયા. જીએસટીવીએ સમગ્ર કૌભાંડ મામલે અહેવાલ રજૂ કર્યો હતો. જેના પગલે હવે કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ અત્યાર સુધી મિડીયાથી સંતાતા ફરતા પાણી પુરવઠાના અધિકારીઓ હવે સામે આવ્યા છે. તેમજ કુલ 56 ગામડાઓ પૈકી 35 ગામડાઓમાં જ પાણી અપાતું હોવાનું સ્વીકારી રહ્યા છે.

અમીરગઢ તાલુકાને જૂથ પાણી યોજના હેઠળ આવરી લઇ ઇકબાલગઢ. અમીરગઢ અને વિરમપુર એમ ત્રણ જૂથમાં ગામડાઓની વહેંચણી કરાઇ હતી. જે બાદ પાણી પુરવઠા વિભાગે અમીરગઢના ગામડાઓમાં પાણીના ટાંકા તો ઉભા કર્યા છે પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન છે. પાણી માટે પાઇપલાઇનો પણ ખરીદવામાં આવ્યા પણ પાણી માટે વપરાવાને બદલે તે ધૂળ ખાઇ રહ્યા છે. તો પાણી માટેના હેન્ડપંપમાં પણ પાણી નથી. દાંતાના ધારાસભ્યએ સમગ્ર મામલે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

અત્યાર સુધી અમીરગઢમાં પાણી આપવાના નામે અધિકારીઓએ નાણા ઘર ભેગા કર્યા છે. પરંતુ હવે આ કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચતા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સમગ્ર મામલે લેખિત અહેવાલ માંગવામાં આવ્યો છે. ત્યારે હવે આ કૌભાંડમાં કોની કોની સંડોવણી બહાર આવે છે તે જોવું રહ્યું.

Related posts

ઉત્કર્ષ પ્લોટર્સ કંપનીથી છેતરાયેલા ગુજરાતના રોકાણકારો માટે સારા સમાચાર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari

મસ્કતી હોસ્પિટલ કર્મચારીની ફરિયાદમાં જાતીય સતામણી શેલને તપાસ સોંપાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!