GSTV

મોદી સરકારનાં વળતાં પાણી, દેશના ટોપ 6 રાજ્યોની આવકમાં મસમોટો ઘટાડો

Last Updated on January 30, 2020 by Mansi Patel

દેશનાં 6 રાજ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન તેમનાં વેરાની કુલ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળની ટેક્સ રેવન્યુમાં 13.44 ટકાનો વધારો જોવા મળ્યો છે.

રાજ્યોની મોટાભાગની આવક કેન્દ્રનાં ડિવિઝનેબલ ટેક્સ પૂલ, જીએસટી, વેટ અને આલ્કોહોલ પર એક્સાઈઝ ડ્યુટી થકી થાય છે. જોકે આ તમામ રાજ્યોમાં વેટ અને જીએસટી કલેક્શન ઘટ્યું છે. અત્રે નોંધનીય છે કે સરકારે રાજ્યોને જીએસટીની ભરપાઈ કરી આપવાનું વચન આપ્યું હતું. બીજી તરફ આંધ્રપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન  ટેક્સ રેવન્યુમાં 11.4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પંજાબમાં 10.4 ટકાનો ઘટાડો થયો છે. આ બંને રાજ્યોની આવક અંગેના ડિસેમ્બર સુધીના આંકડા પણ ઉપલબ્ધ છે.

જો તેને ધ્યાનમાં લેવામાં આવે તો કેરળની આવકમાં 10.9 ટકાનો ઘટાડો થયો છે. પંજાબે વૃદ્ધિ નોંધાવી છે છતાં તેની ટેક્સ આવકમાં 11.7 ટકાની ઘટ નોંધાઈ છે. અન્ય એક રાજ્ય મણિપુરની ટેક્સ આવકમાં પણ એપ્રિલ-નવેમ્બર 2019 દરમિયાન 11.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ  સમયગાળા દરમિયાન ઉત્તરાખંડમાં પણ ટેક્સ આવકમાં 0.35 ટકાની ઘટ જોવાઈ છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યની ટેક્સ આવકમાં 3.11 ટકાનો ઘટાડો નોંધાયો છે જયારે ઔધોગિક રાજ્ય મહારાષ્ટ્રમાં નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ આઠ માસમાં 0.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર માસ દરમિયાન વૃદ્ધિ જોવા મળી છે જેને કારણે ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ 8 માસ દરમિયાન તેની ટેક્સ આવકમાં 2.87 ટકાનો વધારો જોવાયો છે.

READ ALSO

Related posts

નો-વેકિસન, નો એન્ટ્રી: AMTSની બસોમાં 13,000થી વધું લોકો રસી લીધા વગરના નિકળ્યા, મોલ અને બગીચામાં પણ આવી જ હાલત

Pravin Makwana

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!