GSTV

GST પ્રમાણિક કરદાતાઓ માટે લાભકારક : અઢિયા

પહેલી જુલાઈથી જીએસટીનું અમલીકરણ થઈ રહ્યું છે. આ મામલે કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ લોકોને ખોટી જાણકારી પર વિશ્વાસ નહીં મુકવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ એક પારદર્શક પ્રક્રિયા છે અને પ્રમાણિક કરદાતાઓને જીએસટીથી ફાયદો થવાનો છે.

અઢિયાએ કહ્યું છે કે લોકો કહે છે કે મહિનામાં ત્રણ રિટર્ન ભરવા પડશે. પરંતુ આ ખોટું છે રિટેલર્સે એક જ રિટર્ન ભરવું પડશે અને બાકીના બે કમ્પ્યુટર બનાવી દેશે. કેન્દ્રીય મહેસૂલ સચિવે કહ્યું છે કે કોમ્પોસિટ ડિલર્સે દર મહિને રિટર્ન ભરવાનું નથી. તેમણે માત્ર ત્રણ મહીનામાં એકવાર કુલ ટર્નઓવરની વિગતો જ આપવાની છે.

તેમણે કહ્યું છે કે જીએસટીના અમલીકરણમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કોઈ મોટા આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત નથી. બીટુબી માટે મોટા સોફ્ટવેરની જરૂર નહીં પડે. નિશુલ્ક સોફ્ટવેર પુરું પાડવામાં આવશે. તેમના તરફથી બીટુબી માટે એક્સેલ ફોર્મેટ આપવામાં આવશે. તેના દ્વારા વિગતો દર મહિનાની 10મી તારીકે વિગતો અપડેટ અને અપલોડ કરવાની છે.

Related posts

ચૂંટણી પંચે બંધારણીય સત્તાનો ઉપયોગ કરી રાજ્યસભાની ચૂંટણી વધુ સમય સુધી રાખી મોકૂફ

Mansi Patel

PM મોદીનો નવો મંત્ર: દીવો કરો, કોરોના ભગાવો, દેશવાસીઓ પાસે માગી 9 મિનિટ

Bansari

કોરોના વાયરસની સામે લડવા માટે દવાની 10 કરોડ ગોળીઓ ખરીદશે કેન્દ્ર સરકાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!