GSTV

GST કલેક્શનનું લક્ષ્ય વધ્યુ, હવે બે મહિનામાં એકત્ર કરવા પડશે 2.40 લાખ કરોડ રૂપિયા

ટેક્સ ડિપાર્ટમેન્ટે જીએસટી કલેક્શનના લક્ષ્યમાં વધારો કરી દીધો છે. ફેબ્રુઆરી માટે જીએસટી કલેક્શનનું લક્ષ્ય 1.15 લાખ કરોડ રૂપિયા અને માર્ચ માટે 1.25 લાખ કરોડ રૂપિયા નક્કી કરી દીધુ છે. આ રીતે ટેક્સ ડિપાર્ટમેન્ટે આગામી બે મહિનામાં 2.40 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનાં રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ડિપાર્ટમેન્ટે છેતરપિંડી કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવા પર લગામ લગાવીને આ લક્ષ્યને મેળવવાની યોજના બનાવી છે.

એજન્સીનાં સૂત્રો મુજબ, રાજસ્વ સચિવ અજયભૂષણ પાંડેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કેન્દ્રીય અપ્રત્યક્ષ અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)ના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. ટેક્સ કલેક્શનનું લક્ષ્ય મેળવવા માટે કાર્ય યોજના તૈયાર કરવા અને ક્ષેત્રોમાં કામને દુરસ્ત કરવાને લઈને આ બેઠક થઈ હતી.

એક્શન મોડમાં જીએસટી અધિકૃતતા!

આ બે મહિનામાં કલેક્શન વધારવા માટે જીએસટી પ્રાધિકરણ આપૂર્તિ અને ખરીદ બિલોની વચ્ચે અંતરને જોવામાં આવશે. તેના સિવાય જીએસટી-1, જીએસટીઆર-2એ અને જીએસટીઆર 3બીમાં અંતરની ઓળખ કરવા માટે આંકડાઓનું વિશ્લેષણ કરાશે. સાથે જ રિટર્ન ફાઈલ ન થવું, બિલને વધારીને બતાવવા જેવા મામલાઓમાં પણ નજર રાખવામાં આવશે. ખોટી રીતે મોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટ દાવા પર કાર્યવાહી જેવા પગલા ભરાશે.

ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1 લાખ 3 હજાર 184 કરોડ રૂપિયા રહ્યુ હતુ. આ બીજો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. જ્યારે જૂલાઈ 2017માં જીએસટી લાગૂ થયા બાદ અત્યાર સુધી 9 વાર કલેક્શન સરકારના લક્ષ્ય એક લાખકરોડ રૂપિયા સુધી પહોંચ્યુ છે. જોકે, નવેમ્બર 2019ની તુલનામાં સામાન્ય ઘટાડો આવ્યો છે. સરકારે નવેમ્બરમાં જીએસટીથી 1 લાખ 3 હજાર 492 કરોડ રૂપિયા મળ્યા હતા.

READ ALSO

Related posts

સમુદ્રમાં ચીનને સ્પષ્ટ સંદેશ / ઓસ્ટ્રેલીયા રશિયા બાદ જાપાનની સાથે ભારત સાથે જોડાયો, કર્યો યુદ્ધાભ્યાસ

Mansi Patel

બેભાન કરીને પતિના ગુપ્તાંગ પર પત્ની નાખતી રહી ટોઈલેટ ક્લિનર, એક દિવસ પ્રેમી સાથે કરી રહી હતી આવુ કામ અને….

Arohi

ભરૂચ/ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદ માટે મતદાન થયું શરૂ, પરિણામ‌ સાંજે ૪ વાગ્યા બાદ જાહેર થવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!