GSTV

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

પેટ્રોલ

Last Updated on September 17, 2021 by Karan

દેશભરમાં મોંધવારીએ માઝા મૂકી છે. લોકડાઉન પછી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. જીવનજરૂીયાતની વસ્તુઓના ભાવ વધવાથી પ્રજા પણ બહુ મુશ્કેલીમાં મુકાઈ છે. બીજી તરફ પેટ્રોલ ડિઝલના ભાવ વધવાથી બજેટ તો ખોરવાયું છે. આજે જીએસટીની મોટી બેઠક હતી. જેમાં પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ આવે તેવી શક્યતાઓ હતી પરંતુ નાણામંત્રી સીતારમને બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે હાલના સમયમાં આ બાબત વિચારવા માટે યોગ્ય સમય નથી. પણ જો આ પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં લાવી શકાયા હોત તો પીએમના જન્મદિવસે ભારતીયોને સૌથી મોટી ભેટ મળી હોત.

નિર્ણયનો સામાન્ય જનતા પર સૌથી વધુ અસર થશે

આજના દિવસના નિર્ણયનો સામાન્ય જનતા પર સૌથી વધુ અસર થશે જો પેટ્રોલ-ડીઝલ (Petrol diesel)ને GSTમાં સમાવેશ કરવામાં આવે તો. તમને જણાવી દઈએ કે GSTમાં જો પેટ્રોલ-ડીઝલ આવે તો પેટ્રોલ 28 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થવાની સંભાવના છે. અત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ 110 રૂપિયા અને ડીઝલ 100 રૂપિયા લીટરને પાર પહોંચ્યું છે. સરકાર ઘમા સમયથી તિજોરી ભરવા માટે અનેકવાર રજૂઆતો છતાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના માળખામાં સમાવેશ કરવા માટે સતત ઈનકાર કરી રહી છે. જેનું મુખ્ય કારણ કરોડો રૂપિયાની આવક છે. જે આવક સરકાર ગુમાવવા માગતી નથી. જેને પરિણામે કોમનમેનનો મરો થઈ રહ્યો છે.

પેટ્રોલ

17 જુલાઈ પછી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો નથી થયો

તમને જણાવી દઈએ કે 17 જુલાઈ પછી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો નથી થયો, બીજી તરફ કિંમતોમાં ઘટાડો થયો છે. બીજી તરફ છેલ્લા 12 દિવસોથી ભાવો સ્થિર છએ. આ પહેલા ઓઈલ કંપનીઓએ 5 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો કર્યો હતો. IOCL દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ ડીઝલના ભાવો જાહેર કરે છે. સપ્ટેમ્બરના મહિનામાં બે વખત ભાવમાં ઘટાડો નોંધાયો છે. રવિવારના પહેલા બુધવારે ભાવોમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!