GSTV
Business Trending

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દહીં, પનીર, મકાનનું ભાડું, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી લાગુ કર્યો છે. આ સ્થિતિ વચ્ચે ભાડાના મકાનમાં રહેતા લોકો પર 18 ટકાના દરે GST ટેક્સ લાગશે કે કેમ તે અંગે સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભાડેથી રહેતા તમામ લોકોએ GST ચૂકવવો પડશે નહીં. માત્ર જેમણે રહેણાંક મિલકત વ્યવસાયિક અંતર્ગત ભાડે આપી છે, તેઓએ ભાડા પર 18% GST ચૂકવવો પડશે. જીએસટીના નવા નિયમો 18મી જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે.

સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક મુજબ, જો કોઈ મિલકત કોઈ વ્યક્તિને અંગત ઉપયોગ માટે આપવામાં આવે છે, તો તેના પર GST લાગુ થશે નહીં.તેવી જ રીતે, જો કોઈ ભાગીદારી પેઢી અથવા માલિક વ્યક્તિગત ઉપયોગ માટે રહેણાંક મિલકતની પરવાનગી આપે છે, તો તેના પર પણ GST લાગુ થશે નહીં. પરંતુ જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી કોઈ બિઝનેસ એન્ટિટીને આપવામાં આવે તો તેના પર GST લાગુ થશે.

નોંધનીય છે કે, નવા નિયમો અમલમાં આવ્યા તે પહેલા જીએસટી માત્ર ઓફિસ અથવા રિટેલ પ્રોપર્ટી જેવી કોમર્શિયલ પ્રોપર્ટીના લીઝ પર જ લાગુ થતો હતો. એટલે કે, રહેણાંક મિલકત પર કોઈ GST વસૂલવામાં આવતો ન હતો. નવા નિયમ મુજબ GST રજિસ્ટર્ડ ભાડૂવાતે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ ચૂકવવો પડશે. તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ કપાત બતાવીને GSTનો દાવો કરી શકે છે.

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV