GSTV

GSTની આવકમાં આકાશ-પાતાળ એક કરવાની વાતો વચ્ચે, અધિકારીઓની આ ભૂલના કારણે 139 કરોડ રૂપિયા ગુમાવ્યા

ગુજરાત અને કેન્દ્ર સરકાર જીએસટીની આવકમાં વધારો કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે ત્યારે ગુજરાતના અધિકારીઓએ ટ્રાન્ઝિશન પિરિયડમાં ૫૩૭ કેસોની આકારણી બરાબર ન કરી હોવાથી ગુજરાત સરકારની જીએસટી કચેરીએ રૂા. ૧૩૮.૮૯કરોડની આવક ગુમાવવી પડી હતી. કૅગના ઑડિટરેોએ કરેલી આંશિક ચકાસણીમાં આ ગોટાળો બહાર આવ્યો છે. અધિકારીઓએ વેરાના દરની ગણતરીમાં ભૂલ કરતાં, અયોગ્ય રાહત આપી દીધી હોવાથી, વ્યાજ અને દંડની ઓછી વસૂલાત કરી હોવાથી, વેરાશાખ વધુ મંજૂર કરી હોવાતી, વેરાની ઓછી વસૂલાત કરી હોવાથી જીએસટી કચેરીને આ નુકસાન થયું છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં જીએસટી અધિકારીઓએ ૧૯૬ કેસમાં રૂા. ૬૩.૯૬ કરોડની ઓછી આકારણી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

વેટ એટલે કે મૂલ્ય વર્ધિત વેરાની સિસ્ટમને છોડીને દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા પહેલી જુલાઈ ૨૦૧૭ના લાગુ કરવામાં આવી તે પૂર્વેના નાણાંકીય વહેવારોમાં એક્સાઈઝ, વેટ કે પછી સર્વિસ ટેક્સના વેપારીઓના લેણા બાકી હોય તો તેમને ટ્રાન-૧ ભરીને તે ક્રેડિટ લેવાની છૂટ અપાયા પછી ટ્રાન-૧ ફોર્મની ખરાઈ કરવામાં ખાતાકીય અધિકારીઓએ દાખવેલી બેદરકારીને પરિણામે જીેસટીની આવકના રૂા. ૨૭.૯૦ કરોડ ગુમાવવામાં આવ્યા છે. વેપારીઓએ ટ્રાન વન ભરીને માગેલી ક્રેડિટની ખરાઈ ન કરવામાં આવી હોવાથી જીએસટી કચેરીએ ૨૭.૯૦ કરોડ ગુમાવ્યા હોવાનું કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ -કૅગ દ્વારા ૩૧મી માર્ચ ૨૦૧૮ના પૂરા થતાં નાણાંકીય વર્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં કૅગનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો.

કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૯મી સપ્ટેમ્બરે જુદા જુદા વિભાગોને મોકલવામાં આવેલી યાદી મુજબ એક કરોડથી વધુની વેરા શાખ માગનાર ૫૫૩ વેપારીઓ હતા. તેના ટ્રાન-૧ની ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમાં ઘણાંએ વેટના રિટર્નમાં માગેલી ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ટેક્સ ક્રેડિટ ટ્રાન-વનમાં માગી હતી. આ સંજોગોમાં ૧૨૩૮ કરોડોમાં ઝીણવટભરી ચકાસણી કરવી અનિવાર્ય હતા. તેમાંથી ૩૫ કેસોમાં બહુ મોટી વિસંગતતાઓ જોવા મળી હતી.

આ વિસંગતતા છતાંય તેમની સામે પગલાં લેવામાં આવ્યા હોય તેવું રૅકોર્ડમાં જોવા મળ્યું નહોતું. આ કેસોમાં એક વર્ષથી પણ વધુ સમય સુધી ખરાઈ કરવામાં આવી નહોતી. અમદાવાદ, ગાંધીનગર અને સુરતની કચેરીના અધિકારીઓએ આ સુસ્તી દાખવી વધારે વેરાશાખ જવા દીધી હોવાનું કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આમ આ ત્રણેય શહેરોમાં કરપ્શન વ્યાપક હોવાનું તારણ કાઢી શકાય છે. કૅગની કચેરીએ ઑડિટની કરેલી ચકાસણીમાં ભૂલોનું પ્રમાણે ૨૭ ટકા જેટલું ઊંચું હોવાનું જોવા મળ્યું છે. આ ભૂલોનું પ્રમાણ ખાસ્સું ઊંચું હોવાથી પણ વિભાગે તેની ખરાઈ કરવી જરૂરી છે. આ સંજોગોમાં ટ્રાન-૧નની નિર્ધારિત સમયગાળામાં ચકાસણી કરવી જરૂરી છે. તેમ છતાંય અમદાવાદ, સુરત અને ગાંધીનગરના જીએસટીના અધિકારીઓએ તેની યોગ્ય ચકાસણી કરી જ ન હોતી.

જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના ગાળામાં જીએસટીઆર૧, જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૪ ભરવાપાત્ર કરદાતાઓની સંખ્યા ઘણી જ ઊંચી હોવા છતાંય સાડા ચાર લાખથી સવા પાંચ લાખ વેપારીઓએ તેમના રિટર્નફાઈલ જ કર્યા નહોતા. અંદાજે ૮.૩૯ ટકાથી માંડીને ૩૧ ટકા કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કર્યા નહોતા. આ રીતે રિટર્ન શા માટે ફાઈલ ન કરવામાં આવ્યા તેની ચકાસણી થવી પણ અનિવાર્ય બની ગઈ હતી. પરંતુ પત્રકોની ચકાસણીમાં પણ જીએસટીના અધિકારીઓ બેદરકાર રહ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૭ની માસિક સમીક્ષા બેઠકમાં ગુજરાતના જીએસટી કમિશનરે ૧૧ વિભાગોને ૩૦૦ કરદાતાઓના ટ્રાન-વન સહિતના તમામ પત્રકોની ખરાઈ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ તેના અનુસંધાનમાં કોઈ કાર્યવાહી થઈ હોવાનું રૅકોર્ડ પર જોવા મળતું ન હોવાને કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

સ્ટેમ્પ ડયૂટી વસૂલતા અધિકારીઓની બેદરકારીઃ રૂા.૭.૩૫ કરોડની આવક ગુમાવી

સ્ટેમ્પ ડયૂટીની આકારણી પણ અધિકારીઓએ ઓછી કરી હોવાથી સ્ટેમ્પ ડયૂટી કચેરીને રૂા. ૭.૩૫ કરોડની આવક ગુમાવવી પડી છે, કોમ્પ્ટ્રોલર જનરલે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલ પરથી ફલિત થઈ રહ્યું છે. આમગુજરાત સરકારના હિતના ભોગે અધિકારીઓ સ્ટેમ્પ ડયૂટીની ઓછી વસૂલી પણ કરતાં હોવાનું બહાર આવ્યું છે. એક જ પ્રકારના સંખ્યાબંધ દસ્તાવેજો હોય ત્યારે સરેરાશ સ્ટેમ્પ ડયૂટી વસૂલવાની પ્રથાનો અનાદર કરવામાં આવતા તેમણે રૂા. ૭.૩૫ કરોડની સ્ટેમ્પ ડયૂટીની ઓછી વસૂલી કરી હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતની આઠ સબ રજિસ્ટ્રારની કચેરીના ૨૦૧૦થી ૨૦૧૬ સુધીના વહેવારોની આંશિક ચકાસણી કરવામાં આવતા આ હકીકત બહાર આવી છે. આ કેસોમાં જુદી જુદી બેન્કો પાસેથી લોન લેવામાં આવી હતી. તેમ છતાંય એક જ બૅન્ક પાસેથી લોન લેવાઈ હોય તે રીતે તેમણે સ્ટેમ્પ ડયૂટીની ગણતરી કરી નાખી હતી. તેમ થતાં સ્ટેમ્પ ડયૂટીની આવક ઓછી થઈ હતી. તપાસમાં પકડાયેલા ઓછી સ્ટેમ્પ ડયૂટી વાળા ૨૦ દસ્તાવેજોમાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટી વસૂલવા માટેની સૂચનાનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. આ જ રીતે અન્ય કેસોમાં દસ્તાવેજનું વર્ગીકરણ કરવામાં અધિકારીઓએ ભૂલ કરી હોવાથી સરકારને રૂા.૧.૨૯ કરોડની આવક ઓછી થઈ હતી.

READ ALSO

Related posts

પત્ની ઘેલો પ્રેમી/ પિયરમાં ગયેલી પત્નીને ઘરવાળાએ રોકી રાખતા સાસરીમાં જઈ ઘર બહાર ધરણા પર બેસી ગયો પતિ

Pravin Makwana

લોકડાઉનની સાઈડ ઈફેક્ટઃ ખાવા દાણા ન મળતાં અહીં ભૂખ્યા તરસ્યા 1 હજારથી વધુ કબૂતરોના થયા મોત

Karan

બિહાર ઈલેક્શનઃ પૂલના નામે બહુ છેતરી લીધા હવે બસ, આ 5 ગામોના 30 હજારથી વધુ લોકોને નેતાઓનું ફરમાન

Karan
Do NOT follow this link or you will be banned from the site!