GSTV
Home » News » GST: મોદી સરકારનો કાલનો સંકેત આજે સાચો ઠર્યો, 55 લાખ વેપારીઓને થશે ફાયદો

GST: મોદી સરકારનો કાલનો સંકેત આજે સાચો ઠર્યો, 55 લાખ વેપારીઓને થશે ફાયદો

આજે યોજાયેલ જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં કોઈ ખાસ એજન્ડા તો નહોતો પરંતુ, જેટલા મુદ્દાઓ પણ ચર્ચા થવાની હતી અને નિર્ણય લેવાયા છે, તે બધા જ મુદ્દાઓ અત્યંત મહત્વના હતા. જીએસટીની આંટીઘૂંટી નાના વેપારીઓ માટે માથાનો દુખાવો બની રહી છે તેવામાં સરકારે પણ લોકસભાની ચૂંટણીને જોતાં નાના વેપારીઓને જીએસટી મોરચે રાહત આપવાનું વિચાર્યું છે. બેઠકના અંતે નાના વેપારીઓ અને સર્વિસ આપનારા માટે રાહતના સમાચાર આવ્યા છે.

કોમ્પોઝીશન સ્કીમની જાહેરાતો

  • કોમ્પોઝીશન સ્કીમમાં પ્રથમ વર્ષે રિસ્પોન્સ સારો હતો નહિ, હવે સારો આવી રહ્યો છે.
  • GSTનો રેટ માત્ર એક ટકા જ છે.
  • તા. ૧ એપ્રિલ ૨૦૧૯થી હવે ૧.૫ કરોડ થશે જે પહેલા માત્ર એક કરોડ હતી.
  • કોમ્પોઝીશન હેઠળ જે લોકો જાય છે તેને ટેક્સ ક્વાર્ટરલી જ ભરવો પડશે પણ રીટર્ન માત્ર વર્ષમાં એક જ વાર ફાઈલ કરવું પડશે.

સર્વિસ સેક્ટરને પણ રાહતૉ

સર્વિસ સેક્ટર માટે કોમ્પોઝીશન સ્કીમનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. સર્વિસ અને મિક્સ સપ્લાઈ રૂ.૫૦ લાખ સુધી તેમને આ સ્કીમનો લાભ મળશે. આ માટે તેમનો ટેક્સનો દર ૬% કરવામાં આવ્યો છે.

GSTમાંથી મુક્તિ

જુલાઈ ૨૦૧૭માં જયારે GST અમલમાં આવ્યો ત્યારે રૂ.૨૦ લાખ સુધીના લોકોને GST રજીસ્ટ્રેશનથી મુક્તિ હતી, હવે આ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. 40 લાખ સુધી કરવામાં આવી છે.

કેરળ

કેરળ હવે પોતાના ઉપર આવેલી કુદરતી આફત માટે પોતાના રાજ્યમાં ૧% સેસ લાદી શકશે અને મહત્તમ બે વર્ષ માટે આ સેસ લાદી શકશે. કેરળ રાજ્યમાં ૨૦૧૭માં આવેલા પુરપ્રકોપના કારણે જે સ્થિતિ પેદા થઇ હતી એના માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા ઉભી કરવા માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ

આજની બેઠકમાં બાંધકામ હેઠળ હોય એવા મકાનો ઉપર GSTનો દર ઘટાડવા માટેનો પ્રસ્તાવ હતો પણ એના ઉપર સહમતિ શક્ય નહી બનતા, કાઉન્સિલ દ્વારા મંત્રીઓના એક સમૂહની રચના કરી હતી. આ સમૂહ સ્થિતિનો અભ્યાસ કરી દરખાસ્ત રજુ કરશે.

રજિસ્ટ્રેશનમાં રાહત

વાર્ષિક 40 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી રાહત આપવામાં આવી છે. સપ્ટેમ્બરના આધિકારીક આંકડા અનુસાર 60% જીએસટી રીટર્ન ફાઈલ કરનારો આ 40 લાખની મર્યાદા હેઠળ જ આવે છે એટલે કે હવે 60% રજિસ્ટર્ડ વેપારીઓએ દર ત્રણ મહિને કે નિયત સમયાનુસાર રીટર્ન ફાઈલ કરવાની ઝંઝટ નહિ વેઠવી પડે. જીએસટી રીઝીમ હેઠળ અત્યારે અંદાજે 87 લાખ વેપારીઓ રીટર્ન ફાઈલ કરે છે.

વર્તમાન આંકડા અનુસાર 45 લાખ વેપારી રૂ. 20 લાખથી નીચે અને અંદાજે 10 લાખ વેપારીઓ 20 લાખથી 40 લાખ વચ્ચે ટર્નઓવર દર્શાવી રીટર્ન ફાઈલ કરે છે. આજની રજિસ્ટ્રેશનની છૂટ બાદ આ બધા જ 55 લાખ વેપારીઓને રજિસ્ટ્રેશન જ નહિ કરાવું પડે અને જો રજિસ્ટ્રેશન કરાવેલ હશે તો સમયાનુસાર રીટર્ન ફાઈલ કરવાની જહેમત નહિ ઉઠાવી પડે.

મોદીએ ગઈકાલે જ આપ્યાં હતા સંકેત

ગઈકાલે મોદીએ એક જનસભામાં નાના વેપારીઓ જેમનું ટર્નઓવર 75 લાખ રૂપિયાથી ઓછું છે તેમને જીએસટીની આંટીઘૂંટીમાંથી રાહત મળી શકે છે અને ઘર ખરીદારોને પણ આજની બેઠકમાંથી રાહતના સમાચાર મળી શકે છે, તેમ જણાવ્યું હતુ. આમ કહી શકાય કે આજની બેઠકનો એજન્ડા અગાઉથી જ મોદી સરકારે નક્કી કરી લીધો છે અને માત્ર અંતિમ નિર્ણૅય અને જાહેરાત માટે ઔપચારિક બેઠક યોજાઈ રહી છે.

સર્વિસ સેક્ટરને પણ કંપોઝિશન સ્કીમનો ફાયદો આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઇડરને કંપોઝિશન સ્કીમનો ફાયદો મળી શકે છે. તો બીજી તરફ સ્મોલ સર્વિસ પ્રોવાઇડર માટે 5 ટકા ફ્લેટ જીએસટી લાગૂ કરવાના પ્રસ્તાવ પર પણ મોહર લાગી શકે છે. જોકે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે.

સીમેંટ પર અત્યારે નહી ઘટે GST

નાણામંત્રી અરૂણ જેટલીએ તાજેતરમાં જ ઇશારો કર્યો હતો કે ટૂંક સમયમાં સીમેંટને પણ 28% ના સ્લેબથી કાઢીને 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે ગ્રાહકના રૂપે 28% સ્લેબ લગભગ ખત થવાના આરે છે. પરંતુ આ બેઠકમાં સીમેંટ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ હતો જ નહિ.

READ ALSO

Related posts

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!