પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોને ધ્યાને રાખતા દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓના ભાવ ઘટાડવાનું કામ શરૂ થઇ ગયું છે. સૂત્રો અનુસાર, મળતી જાણકારી અનુસાર આગામી મહીને થનારી સંભવિત જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની પર ભાવ ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે.

આ મામલા સાથે જોડાયેલ અધિકારીના જણાવ્યાં અનુસાર, બજેટ બાદ જીએસટીના દરોનું રિસ્ટ્રક્ચરિંગનું કામ શરૂ થઇ ગયું છે. તેમાં સૌ પહેલાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને સુધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી મુશ્કેલી એ આવી રહી છે કે, કાચા માલ પર લાગનારા ટેક્સના દરો અંતિમ ઉત્પાદનની તુલનામાં વધારે થઇ જાય છે. એવામાં વિદેશથી આયાતને પ્રોત્સાહન મળી જાય છે.
બેટરીની કિંમત ઓછી થશે
સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓની બેટરી અને બીજા કાચા માલ પર લાગનાર ટેક્સના દરોને સુધારવા પર કામ શરૂ કરી ચૂકી છે. આવનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં બેટરી સાથે જોડાયેલી સેવાઓ પર પણ ટેક્સના દરોને ઘટાડી શકાય છે. આ દરોને 18 ટકાથી ઘડાડીને 12 ટકા અથવા તો પછી 5 ટકાના વિસ્તારમાં લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દેશમાં વર્તમાન સમયમાં લીથિયમ ઑયન બેટરી પર જીએસટી દર 18 ટકા છે. આ સાથે જ બેટરી બદલવા અને ચાર્જિંગ સેવાઓ પર પણ 18 ટકા જીએસટી આપવાનો હોય છે. જો કે, બેટરીની સાથે ગાડી વેચવા પર જીએસટી 5 ટકા લાગે છે. આને ધ્યાનમાં રાખતા ગ્રાહકોને એવું લાગે છે કે, ઇલેક્ટ્રિક ગાડીનું મેન્ટેનન્સ મોંઘુ થઇ જશે. સરકાર આ ખામીઓને દૂર કરવા માટે નવી રીતે વિચાર વિમર્શ કરી રહી છે.

ભાવમાં વિસંગતિઓને લઇને યાદી તૈયાર
અધિકારીઓએ આવા ઉત્પાદનનો યાદી બનાવવાનું શરૂ કરી દીધું છે કે જેની પર ટેક્સના દરોમાં વિસંગતિઓ છે અને વેપારીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠકની હજી કોઇ જ તારીખ નક્કી નથી કરવામાં આવી પરંતુ મળતી જાણકારી અનુસાર, આગામી મહીના મધ્યમાં તમામ રાજ્યોની સહમતિથી બેસીને આ જરૂરી મુદ્દાઓ પર ચર્ચાના બાદ મહોર લાગી શકે છે.
ઘટી શકે છે ગાડીઓનું વેચાણ
પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોની અસર તેનાથી ચાલનારી ગાડીઓ પર થઇ શકે છે. ઑટો એક્સપર્ટે જણાવ્યું કે, ‘ભારતમાં લોકો ગાડીઓની કિંમત અને સંચાલન ખર્ચને લઇને સજાગ હોય છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી સંચાલન ખર્ચ તેજીથી વધ્યો છે. જેનાથી આવનારા સમયમાં ગાડીઓનું વેચાણ ઓછું થઇ શકે છે. આનો ફાયદો ઇલેક્ટ્રિક ગાડીઓને મળી શકે છે. કંપનીઓ પણ ઓછી કિંમતમાં ઇલેક્ટ્રિક ગાડીઓ લાવી રહી છે.
READ ALSO :
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન