GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

GST વિભાગ પાસે રિફંડ બુક ન હોવાનાં કારણે અટવાયા સેંકડો વેપારીઓના નાણાં

GST

રાજકોટનાં સેંકડો વેપારીઓનાં નાણાં GST વિભાગ પાસે રિફંડ બુક ન હોવાનાં કારણે છેલ્લા બે મહિનાઓથી અટવાયા છે. વેપારીઓને રિફંડ આપવા માટે ચેક બુક પ્રકારની રિફંડ બુક જીએસટીનાં રાજકોટનાં કેટલાક ઘટક પાસે ઉપલબ્ધ ન હોવાથી વેપારીઓને વર્ષ ર૦૧પ – ૧૬ની આકારણીનું રિફંડ મળ્યુ ન હોવાની ફરિયાદો વેપારીઓ દ્રારા કરવામાં આવી રહી છે. વર્ષ ર૦૧પ – ૧૬ નાં વેટનું એસેસમેન્ટ માટે ચાર વર્ષનો સમય અપાતો હોય છે આ મુદત તા. ૩૧ માર્ચે પુરી થઈ હતી.

અનેક વેપારીઓનાં નાણાં અટવાયેલા પડ્યા

આ મુદત પુરી થઈ તેને બે મહિના જેટલો સમય થઈ ગયો છતાં વેપારીઓને હિસાબનાં બાકી નીકળતી રકમનું રિફંડ ચૂકવવામાં આવ્યુ નથી. વેપારીઓ દ્રારા બાર તંત્રને આ અંગે રજુઆતો કરવામાં આવી હોવા છતાં હજુ રાજકોટનાં અનેક વેપારીઓનાં નાણાં અટવાયેલા પડયા છે. સૂત્રોનાં જણાંવ્યા મુજબ જીએસટી વિભાગ દ્રારા રિફંડ બુકમાંથી ચેક બુકની જેમ પેપર ઈસ્યુ કરવામાં આવે છે તેનાં આધારે વેપારીનાં ખાતામાં રિફંડ જમા થઈ જતુ હોય છે.

રિફંડ માટેની બુક ન હોવાનાં જવાબો

રાજકોટમાં જીએસટીનાં કેટલાક ઘટકોની કચેરીમાં વેપારીઓ રિફંડ માટે જાય છે તો રિફંડ માટેની બુક ન હોવાનાં જવાબો અપાતા હોય છે. લોકડાઉનનો સમય હોવાનાં કારણે શકય છે કે બુક આવી ન હોય પણ વિભાગે જયારે રિફંડ બુકની માર્ચમાં જરૂરિયાતનાં આધારે અગાઉથી વ્યવસ્થા કરી રાખવી જોઈએ.

ચાર વર્ષ પહેલાનાં હિસાબોનાં રિફંડ લેવા અનેક વેપારીઓ જીએસટી કચેરીનાં ધકકા ખાઈ રહ્યા છે

લોકડાઉન તો માર્ચનાં અંતથી અમલી બન્યુ હતુ. ચાર વર્ષ પહેલાનાં હિસાબોનાં રિફંડ લેવા અનેક વેપારીઓ જીએસટી કચેરીનાં ધકકા ખાઈ રહ્યા છે. હવે લોકડાઉન ખુલ્યુ છે અને સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે રિફંડ બુક તાત્કાલિક મંગાવી વેપારીઓનાં ફસાયેલા નાણાં તાકીદે ચૂકવે તેવી વેપારીઓ દ્વારા માગણી ઉઠી છે.

Read Also

Related posts

આ જિલ્લાઓમાં કોરોનાનો કહેર વધતા આવશ્યક વસ્તું સીવાય તમામ દુકાનો બંધ રાખવા કલેકટરનો આદેશ

Nilesh Jethva

ગુજરાતમાં પાવર ઓફ એટર્નીની નોંધણીમાં બદલાઈ ગયા છે નિયમો, ભૂલ કરી તો ભરાઈ જશો

Mansi Patel

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!