GSTV
Gujarat Government Advertisement

આજે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે

Last Updated on July 21, 2018 by

જીએસટી કાઉન્સિલની આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં 30થી 40 પ્રોડક્ટના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત બેઠકમાં રિટર્નને સરળ બનાવવા, અપીલેટ ટ્રિબ્યૂનલ, નેચરલ ગેસ, એટીએફ અને રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મળતી માહિત મુજબ લિથિયમ બેટરીના દર 28થી ઘટાડીને 18 ટકા થઈ શકે છે.

વોટર કુલર, આઈસક્રિમ મશીન, અને ફ્યૂલ સેલ  પર જીએસટીનો દર  ઘટીને 12 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે. હેન્ડલુમ પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા થઈ શકે છે. આ સિવાય સેનિટરી પેડ અને સિમેન્ટ  પર લગાવવામાં આવેલો જીએસટી ઘટી શકે છે. મહત્વનું છે કે,  આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ કરી રહ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!