GSTV

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

nirmala-sitharaman

Last Updated on September 17, 2021 by Zainul Ansari

સીતારમણે જણાવ્યું કે કેટલીક જીવન રક્ષક દવાઓ જે ખૂબ જ મોંઘી છે, જે બાળકો માટે વધુ ઉપયોગમાં લેવાય છે. તે કોરોના સાથે સંબંધિત નથી. આવી દવાઓને જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે. તેના પર હવે જીએસટી નહીં લાગે. Zologensma અને Viltetso આવાજ બે મહત્વપૂર્ણ ડ્રગ્સ છે.

Nirmala-Sitharaman

નાણામંત્રીએ જણાવ્યું એમ્ફોટેરિસિન-હી અને ટોસીલિઝુમેબ પર GST નહીં લાગે. રેમડેસિવિર અને હેપરિન પર 5 ટકા GST લાગશે. આ છૂટ 31 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે.

નાણામંત્રીએ જણાવ્યું કે કેન્સર સંબંધિત ડ્રગ્સ પર જીએસટીની દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવી છે.

સીતારમણે જણાવ્યું કે એરક્રાફ્ટ અને અન્ય વસ્તુ લીઝ પર ઇમ્પોર્ટ કરવા અંગે પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે, જેથી ડબલ ટેક્સેશનની સમસ્યાથી રાહત આપી શકાય.

Nirmala-Sitharaman

નાણામંત્રીએ જાહેરાત કરી કે કોરોના સારવાર સંબંધિત જે દવાઓ પર જીએસટી દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડવામાં આવ્યો હતો, તેને વધારી હવે 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો છએ. જીએસટી દરમાં આ ઘટાડો ફક્ત રેમડેસિવિર જેવી દવાઓ માટે છે. તેમા મેડિકલ ઉપકરણ સામેલ નથી.

બેઠક પછી મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રીએ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવાની તમામ અટકળો પર સંપૂર્ણ વિરામ લગાવી દીધો છે. નાણામંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલને હાલના સમયમાં જીએસટી અંતર્ગત લાવવાનો વિચાર કરવાનો સાચે સમય નથી. રેવન્યુ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠક દરમ્યાન આ મામલા પર ચર્ચા થઈ નથી.

petrol-price

અગાઉ અટકળો હતી કે કાઉન્સિલ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલના GSTમાં જો પેટ્રોલ-ડીઝલ આવે તો પેટ્રોલ 28 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. અત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ 110 રૂપિયા અને ડીઝલ 100 રૂપિયા લીટરને પાર પહોંચ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે Zologensma અને Viltetso જેવી મોંઘી ઇમ્પોર્ટેડ દવાઓ પર GST છૂટ આપવામાં આવશે. આ જીવન રક્ષક દવાઓને કોરોના મહામારીની સારવારમાં ઉપયોગ નથી થતો.

પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યાએ જણાવ્યું કે સ્વિગી, ઝોમેટો જેવી ફૂડ ડિલીવરી કંપનીઓ પર ટેક્સના મુદ્દાઓને મંત્રીઓના જૂથ (GoM) પાસે વિચાર માટે મોકલવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ કોરોનાની દવાઓને 31 ડિસેમ્બર સુધી જીએસટીમાંથી છૂટ રહેશે. જ્યારે બાયોડીઝલ પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા થઈ શકે છે. આયરન, કોપર, ઝિંક અને એલ્યૂમિનિયમ પર જીએસટી વધી શકા છે. કાર્બોનેટેડ જ્યૂસ, ફ્રૂટ ડ્રિંક પર 12 ટકા સેસ લગાવી શકાય છે.

મીટિંગના એજન્ડામાં 2022 પછી રાજ્યોના વળતરનું વિસ્તાર સામેલ થવાની અપેક્ષા છે. પરિષદ સંભાવિત રીતે એક ઇનવર્ટિડ ડ્યૂટી સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવા પર ચર્ચા કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લખનૌમાં જીએસટી પરિષદની 45મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષોમાં GST પરીષદની પહેલી વ્યક્તિગત બેઠક છે.

Read Also

Related posts

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Pravin Makwana

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!