GSTV

મોટી રાહત: કોરોના દર્દીઓના વપરાશમાં લેવાતી તમામ વસ્તુઓ પર GSTમાં મુકાયો કાપ, ગ્રુપ ઓફ મીનિસ્ટરની બેઠકમાં લેવાયો નિર્ણય

Last Updated on June 12, 2021 by Pravin Makwana

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના અધ્યક્ષસ્થાને ૪૪ મી જી.એસ.ટી કાઉન્સીલની બેઠક વીડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય રાજય નાણાંમત્રી અનુરાગ ઠાકુર સહિત વિવિધ રાજયોના નાણાંમંત્રીઓ જોડાયા હતા. ગાંધીનગર ખાતેથી રાજયના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પણ સહભાગી થઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

  • ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન પરનો GST સંપૂર્ણ માફ :
  • રેમેડિસિવિર ઈન્જેક્ન પર લાગતો ૧૨ ટકા GST હવે ૫ ટકા લેવાશે
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કન્સેન્ટ્રેટ્રર, જનરેટર વ્યક્તિગત આયાત સહિત વેન્ટિલેટર, બાયપેપ મશિન, હાઈપો નસલ કેન્યુલા, કોવિડ ટેસ્ટિંગ કીટ, ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ, પલ્સ ઓક્સિમિટર વ્યક્તિગત આયાત સહિત પર લેવાતો ૧૨ ટકા GST હવે ૫ ટકા લેવાશે
  • હેન્ડ સેનેટાઈઝર પર ૧૮ ટકાના બદલે ૫ ટકા GST :એમ્બ્યુલન્સ પર લેવાતો ૨૮ ટકા GST હવે ૧૨ ટકા લેવાશે
  • અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી (Cremation incineration) પર લેવાતો ૧૮ ટકા જી.એસ.ટી. હવે ૫ ટકા લેવાશે
  • તા. ૧૪-૦૬-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૧ સુધી આ નિર્ણય અમલી રહેશે

હાલના GSt દર ઓછો કરવા અંગે આજે બેઠક મળી હતી. આજે ફરીથી સમગ્ર દેશનાં નાણા મંત્રીની બેઠક મળી હતી.કોરોનામાં ઉપયોગ મા લેવાતી દવાઓ પર GST દર ઘટાડવા અંગે અનેક રાજ્યોએ રજૂઆત કરી હતી. ટૉસિમીઝુમેબ દવા પર 5 ટકા GST હતો, તેં 0 કરવામાં આવ્યો છે.કોરોનામા ઉપયીગમા લેવાતી દવાઓ પર GST દર ઓછો કરાયો છે. લોહી પાતળું કરવા માટે વપરાતા ઇન્જેક્શન પર 12 ટકા GST હતો જે 5 ટકા કરાયો છે.

ક્રમ વિગતહાલનો GSTનો દર ભલામણ કરલે દર
દવાઓ
૧ ટોસિલિઝુમેબ (Tocilizumab) ૫% માફી
૨ એમ્ફોટેરિસિમ બી (Amphotericin B) ૫% માફી
૩ હેપરિન (Haparin) ૧૨% ૫%
૪ રેમડેસેવિર ૧૨% ૫%
૫ MoHFWઅને ફાર્માના ડિપાર્ટમેન્ટ દ્વારા ભલામણ કરેલી અન્ય કોઈ પણ દવાલાગુ પડતો દર ૫%
ઓક્સિજન,ઓક્સિજન જનરેટિંગ અને તેને સંબંધિત ઉપકરણો
૧ મેડિકલ ગ્રેડ ઓક્સિજન  ૧૨% ૫%
૨ ઓક્સિજન કન્સેન્ટ્રેટ્રર /જનરેટર વ્યક્તિગત  આયાત સહિત૧૨% ૫%
૩ વેન્ટિલેટર ૧૨% ૫%
૪ વેન્ટિલેટર–માસ્ક/કેન્યુલા/હેલ્મેટ ૧૨% ૫%
૫ બાઈપેપ મશિન (BiPAP Machine) ૧૨% ૫%
૬ હાઇ ફ્લો નસલ કેન્યુલા (HFNC) સાધન ૧૨% ૫%
ટેસ્ટીંગ કિટ્સ અને મશીન્સ
૧ કોવિડ ટેસ્ટીંગ કીટ ૧૨% ૫%
૨ ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ એટલે કે………… D-Dimer, IL-6, Ferritin and LDH૧૨% ૫%
અન્ય કોવિડ-૧૯ સંબંધિત રાહત સામગ્રી
૧ પલ્સ ઓક્સિમિટર વ્યક્તિગત આયાત સહિત૧૨% ૫%
૨ હેન્ડ સેનેટાઇઝર ૧૮% ૫%
૩ તાપમાન માપવાના સાધનો ૧૮% ૫%
૪ અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી (Cremation  incineration)૧૮% ૫%
૫ એમ્બ્યુલન્સ  ૨૮% ૧૨%

ઈંજેક્શનમાં પણ 12 ટકાની જગ્યાએ 5 ટકા દર

ગ્રુપ ઓફ મિનીસ્ટંર દ્વારા કોરોનાની જે જે વસ્તુઓ પર GST દર ઘટાડવા અંગે રજૂઆત કરી હતી, તેં માન્ય રખાઈ છે. રેમડીસિઁવર 12 ટકા GST થી 5 ટકા કરાયો છે . B ઇન્જેક્શન જેનાં પર 5 ટકા GST દર હતો, જે સંપુર્ણ માંફ કરવામાં આવ્યો છે.

vaccine

ભારત સરકાર નો આરોગ્ય વિભાગ દવાનું લિસ્ટ આપશે, તેમાં માત્ર 5 ટકા GST ટેક્સ લેવાશે, પણ નાણાં વિભાગને લિસ્ટ આપવું પડશે
12 ટકા ઓક્સિઝનનો ટેક્સ હતો જેમાં હવે ઘટાડો કરીને 5 ટકા કરવામાં આવ્યો છે, ઓક્સિઝન પર ઝનરેટર પર 12 ટકા ટેક્સ હતો, તેમાં 5 ટકા GST દર હશે.

ટેસ્ટીંગ કીટ, માસ્ક સહિતમાં દરો ઘટાડ્યા

વેન્ટીલેટર સહિત દર્દીને માસ્ક લગાવે છે, તેમાં 12 ટકા ટેક્સ હતો, પહેલા GSTનો હવે 5 ટકા GST લાગુ કરવામાં આવ્યો છે
કોવિડ ટેસ્ટીગ કીટ પર અત્યાર સુધી 12 ટકા gst દર હતો, તે ઘટાડી ને 5 ટકા કરવામાં આવ્યો છે, ડી ડાયમર જેવા ટેસ્ટ કરવાનો gst દર 5 ટકા કરવામાં આવ્યો છે.

દવાઓ

પલ્સ ઓક્સીમીટ ર પર 12 ટકા gst દર હતો, તે હવે ઘટાડી ને 5 ટકા કરવામાં આવ્યો છે.સેનેટાઇઝરનો કોરોનામાં વધુ પડતો ઉપયોગ ને ધ્યાને રાખી ને gst ના દરમાં ઘટાડો કરી ને 5 ટકા કર્યો છે, દર પહેલા સેનેટાઇઝર પર gst નો દર 18 ટકા હતો.

એમ્બ્યુલન્સ પર 12 ટકા જીએસટી

આજની બેઠકમાં એમ્બ્યુલન્સ પર જીએસટીનો દર ઘટાડીને 12 ટકા અને ટેમ્પરેચર ચેકીંગ ઈક્વિપમેંટસ માટે જીએસટી દર 5 ટકા કરી દેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યુ હતું કે, જે સામગ્રી પર છૂટ આપવામાં આવી છે. તેના પર છૂટ માટેનું સત્તાવાર નોટિફિકેશન આવતીકાલે જાહેર કરવામાં આવશે. જીએસટીના આ તમામ દર સપ્ટેમ્બર 2021 સુધી લાગૂ રહેશે.

READ ALSO

Related posts

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!