GSTV

કેન્દ્રની તિજોરી માં આટલું મોટુ ગાબડુ, GST કલેક્શનમાં ઘટાડો

Last Updated on March 1, 2019 by

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનાં કલેક્શનમાં જાન્યુઆરી મહિનાની તુલનાએ ફેબ્રુઆરીમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રિય નાણાં મંત્રાલયનાં સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે ફેબ્રુઆરી-2019માં જીએસટી કલેક્શન 97,247 કરોડ રૂપિયા હતું. જ્યારે જાન્યુઆરીમાં આ કલેક્શન ઘટીને 1.02 લાખ કરોડ રૂપિયા થયું હતું. આ આધારે જોવામાં આવે તો માત્ર એક જ મહિનામાં જીએસટીમાં 3 હજાર કરોડ રૂપિયા કરતા વધારે ઓછું કલેક્શન થયું છે.

વિત્ત મંત્રાલયે જણાંવ્યું છેકે, 97,247 કરોડ રૂપિયાનાં જીએસટી કલેક્શનમાં કેન્દ્રિય જીએસટી(CGST) કલેક્શન17,626 કરોડ રૂપિયા હતું. જ્યારે રાજ્ય જીએસટી(SGST) કલેક્શન 24,192 કરોડ રૂપિયા થયું છે. તેમજ એકીકૃત જીએસટી 45,953 કરોડ રૂપિયા છે. આ સિવાય નાણાં મંત્રાલયે 28 ફેબ્રુઆરી,2019 સુધી GSTR-3B ભરવા વાળાની સંખ્યા 73.48 લાખ છે. ચાલું નાણાંકિય વર્ષમાં ફેબ્રુઆરી સુધી 10.70 લાખ કરોડ રૂપિયાની આવક જીએસટી માંથી થઈ છે.

ક્યારે કેટલું કલેક્શન?

ચાલુ નાણાંકિય વર્ષનાં પહેલા મહિના એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે મે મહિનામાં આ કલેક્શન 94,016 કરોડ રૂપિયા અને જૂનમાં 95,610 કરોડ રૂપિયા છે. આ સિવાય જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઓગષ્ટમાં 93,960 કરોડ રૂપિયા તેમજ સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1,00,710 કરોડ રૂપિયા થયું હતું. નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા હતું તેમજ ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા થયું હતું.

3 વખત કલેક્શન એક લાખ કરોડને પાર

ગત વર્ષનાં જાન્યુઆરી મહિનાને મુકાબલે આ વર્ષે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં 14 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં જીએસટીથી કુલ કલેક્શન 1.02 લાખ કરોડ રૂપિયા હતું. આ પહેલા ગત વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં પણ જીએસટી કલેક્શન એકલાખ કરોડ રૂપિયાને પાર થયું હતું. સરકારે નાણાં કિય વર્ષ 2019-20 માટે ડારેક્ટ ટેક્ષ કલેક્શન લક્ષ્ય 13.8 લાખ કરોડ રૂપિયા નક્કી કર્યુ હતું. જે આ વર્ષનાં સંશોધીત લક્ષ્યનાં પંદર ટકા વધારે હતું. સરકારે આગામી વિત્ત વર્ષ માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લક્ષ્ય 11.7 લાખ કરોડ રૂપિયા નક્કી કર્યુ હતું. જે આ વર્ષનાં સંશોધિતલક્ષ્ય કરતા 11.9 ટકા વધારે હતું.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!