GSTV
Home » News » નવેમ્બરમાં GST સંગ્રહ છ ટકાના વધારા સાથે 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો

નવેમ્બરમાં GST સંગ્રહ છ ટકાના વધારા સાથે 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો

તાજા જાહેર થયેલાં સરકારી આંકડાઓ મુજબ, નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ 1.03 લાખ કરોડ રૂપિયાનો મહેસૂલ સંગ્રહ થયો. તેમાં કેન્દ્રીય જીએસટીનો હિસ્સો 19,592 કરોડ રૂપિયા જ્યારે રાજ્ય જીએસટી 27,144 કરોડ રૂપિયા રહ્યો છે. ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સનાં રૂપમાં 49,028 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. સૅસનાં રૂપમાં 7,727 કરોડ રૂપિયા મળ્યા છે.

એક સત્તાવાર નિવેદન મુજબ આ વખતે નવેમ્બરમાં કેન્દ્રીય જીએસટીમાંથી 19,592 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીમાંથી 27,144 કરોડ રૂપિયા, ઈન્ડિગ્રટેડ જીએસટીમાંથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી સૅસમાંથી 7,727 કરોડ રૂપિયા વસૂલાયા છે. ઈન્ડિગ્રટેડ જીએસટીમાંથી 20,948 કરોડ રૂપિયા આયાતમાંથી વસૂલ્યા છે. આ જ રીતે સેસની વસૂલીમાં 869 કરોડ રૂપિયા આયાતિત માલ પર સેસથી પ્રાપ્ત થયા છે.

આની પહેલાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જીએસટી સંગ્રહમાં વાર્ષિક આધાર પર ઘટાડો નોંધાયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, સ્થાનિક લેણ-દેણ પર જીએસટી સંગ્રહમાં 12 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ વર્ષે જીએસટી મહેસૂલમાં સૌથી સારી માસિક વૃદ્ધિ થઈ છે.

READ ALSO

Related posts

ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા જૂનાગઢ અને રાજકોટના વિદ્યાર્થીઓ આવ્યા પરત, પરિવારે લીધો રાહતનો શ્વાસ

Mansi Patel

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!