GSTV

સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનમાં કડાકો બોલી ગયો, આવકમાં સત્તત ઘટાડો

Last Updated on October 2, 2019 by Mayur

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને ૯૧,૯૧૬ કરોડ રૂપિયા રહ્યું છે તેમ સરકાર દ્વારા આજે જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જે ઓગસ્ટ મહિનામાં ૯૮,૨૦૨ કરોડ રૃપિયા હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશન ૯૪,૪૪૨ કરોડ રૂપિયા હતું.

નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં જીએસટીની કુલ આવક ૯૧,૯૧૬ કરોડ રૂપિયા રહી છે. જેમાં સીજીએસટી ૧૬,૬૩૦ કરોડ રૃપિયા, એસજીએસટી ૨૨,૫૯૮ કરોડ રૂપિયા, આઇજીએસટી ૪૫,૦૬૯ કરોડ રૂપિયા છે. ૪૫,૦૬૯ કરોડ રૃપિયાના આઇજીએસટીમાં ૨૨,૦૯૭ કરોડ રૂપિયા આયાત પર વસૂલ કરવામાં આવ્યા છે. જ્યારે ૭૬૨૦ કરોડ રૂપિયા સેસનો સમાવેશ થાય છે. ૭૬૨૦ કરોડ રૃપિયાના સેસમાં ૭૨૮ કરોડ રૂપિયા આયાત પર વસૂલ કરવામાં આવ્યા છે.

આ નિવેદનમાં જણાવ્યા અનુસાર ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરાયેલા ઓગસ્ટ મહિનાના જીએસટીઆર ૩બી રિટર્નની સંખ્યા ૭૫.૯૪ લાખ હતી.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!