GSTV
India News ટોપ સ્ટોરી

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

gst

કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ ગઈ છે, નવેમ્બરમાં કુલ GST સંગ્રહ 1,31,526 કરોડ રૂપિયા થયું હતું. આ મહિનામાં આ GST કલેક્શન ગત મહિનાના કલેક્શનને પાર કરી ગયું છે. જે GST લાગું થયા પછીનો બીજી વખત સૌથી વધુ છે. નાણાંકીય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં એ જાણકારી સામે આવી છે કે આ આંકડા GST લાગુ થયા પછી સૌથી વધુ છે.

GST

ઓક્ટોમ્બરમાં બન્યો હતો રેકોર્ડ


નવેમ્બરમાં GST કલેક્શને ઓક્ટોમ્બરમાં બનેલા રેકોર્ડને સંપૂર્ણ પણે તોડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં કુલ GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યો હતો. ગત મહિને તહેવારની સીઝન ચાલતા માંગમાં આવેલી તેજીની અસર GST કલેક્શન પર સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી. જે હજુ સુધી યથાવત છે.નવેમ્બર 2021ના કલેક્શન પર નજર કરીએ તો GST આવક 1,31,526 કરોડ રૂપિયા છે, જેમાં CGST 23,978 કરોડ રૂપિયા, SGST 31,127 કરોડ રૂપિયા, IGST 66,815 કરોડ રૂપિયા અને ટેક્ષ શામેલ છે.

GST

ગત વર્ષની તુલનામાં 25 ટકા વધારે


બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓની તપાસ કરીએ તો નવેમ્બરના મહિના માટે GST રાજસ્વ નવેમ્બર 2020ની તુલનામાં 25 ટકા વધુ છે, અને નવેમ્બર 2019ની તુલનામાં 27 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે CGSTનો અર્થ કેન્દ્રીય માલ અને સેવા કર, SGSTનો મતલબ રાજ્ય માલ અને સેવા કર અને IGSTનો મતલબત એકત્રિત માલ અને સેવા કર છે.

READ ALSO

Related posts

જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી

GSTV Web Desk

સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ

GSTV Web Desk

પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર

GSTV Web Desk
GSTV