GSTV
Bhavnagar ગુજરાત ટોપ સ્ટોરી

ભાવનગરમાં 100 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, 8 થી 10 ટ્રેડરો રડારમાં

ભાવનગરમાં 100 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટીના અધિકારીઓએ મોડી રાત સુધી ટ્રેડિંગ કંપનીના માલિકોની પૂછપરછ કરી હતી. પ્રથમ તપાસમાં બોગસ બિલની પેનલ્ટી બાદ વધુ બિલો મળ્યા છે. જોકે આ અંગે જીએસટીના અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. સુત્રોના મતે 8 થી 10 ટ્રેડરો જીએસટીના રડારમાં છે. નવા જી.એસ.ટી. અંતર્ગત ભાવનગરની પાંચ વેપારી પેઢીએ માત્ર ત્રણ-ચાર માસના ટૂંકા ગાળામાં જ બોગસ ઈ.વે.બીલીંગથી 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સ્ટેટ જીએસટીની તપાસમાં પાંચ પેઢીના અલગ અલગ 30 બેન્કોમાં 35 એકાઉન્ટ મળ્યા છે તેમને સીલ કરાયા છે. ભાવનગર બહુમાળી ભવન સ્થિત સ્ટેટ જી.એસ.ટી. કચેરીના જોઈન્ટ કમિશનર દ્વારા બોગસ બીલીંગનું મસમોટુ રેકેટ ઝડપી લેવામાં આવ્યું છે. મૂળ ભાવનગરની પાંચ વેપારી પેઢીની ભાવનગર, વાપી, સાણંદ, રાજકોટ સ્થિત વિવિધ 10 સ્થળો પર 30 અધિકારીઓની ટીમ દ્વારા ગુપ્ત રીતે છેલ્લા ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV