GSTના અાસિસ્ટન્ટ કમિશ્નરની પત્ની સાથે ધરપકડ, પોલીસ સામે દારૂ પી કરી દાદાગીરી

વગદારો અને સરકારી અધિકારીઅોની દાદાગીરી અમદાવાદમાં બેફામ છે. જેઅો મનમાની કરી પોતાનું ધાર્યું કરાવે છે. ગઈકાલે રાત્રે પણ અા પ્રકારની અેક ઘટનામાં જીઅેસટીના આસિસ્ટન્ટ કમિશનર અને તેમના પત્નીની અાજે ધરપકડ કરાઈ છે. જેઅોઅે નશાની હાલતમાં ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સાથે  ઝપાઝપી કરી હતી. જે અંગે અાજે ફરિયાદ નોંધાતાં પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના ધરપકડ કરી હતી. જેઅોની સામે કાર્યવાહી કરાઈ છે. crpcની નવી કલમ હેઠળ કાર્યવાહી કરી પોલીસે પોતાના પાવરનો પરચો બતાવ્યો છે. જીઅેસટીના અાસિસ્ટન્ટ કમિશ્નરે દારૂના નશામાં પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. તેમના પત્નીએ પોલીસ સામે બિભત્સ શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નારોલ પોલીસે સરકારી કર્મચારીના કામમાં અવરોધ કરવા અને દારૂના નશામાં વાહન ચલાવવાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

વર્દીનો કોલર પકડી બટન તોડી કહ્યું-તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી

આ અંગે વિગતે વાત કરીએ તો ફરિયાદી અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ મુજબ, 10 ઓક્ટોબરના રોજ રાતના 8થી 12 અને 11 ઓક્ટોબરે 12થી સવારના આઠ વાગ્યા સુધી હું અને મારા હોમગાર્ડ સાથીઓ એવા મેહુલ પરેશ ભાઈ, અહેમદ ખાન રસુલખાન અને આમીર હૈદર ફરજ પર હાજર હતા. આ દરમિયાન રાતના સવા ત્રણ વાગ્યે નારોલ સર્કલ તરફથી ડસ્ટર કાર આવી રહી હતી. જેને ટોર્ચ મારીને શાસ્ત્રી બ્રિજના છેડાની ચેકપોસ્ટ પર ચેક કરવા માટે રોકી હતી.

અા દરમિયાન વસ્ત્રાપુરની સુચી બિલ્ડિંગમાં રહેતા અને સેન્ટ્રલ જીઅેસટીના આસિસ્ટન્ટ કમિશનર રાજેશ ચંદ્રરૂપસિંહ દહીયાએ તેમના પત્ની તથા ડ્રાઈવર મુદ્દસરે રાતના ત્રણ વાગ્યે અમારી ગાડી (ડસ્ટર- MH02 CZ0049) રોકવાની હિંમત કેમ થઈ તેમ કહી પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો સાથે ગાળાગાળી કરી હતી. પોલીસને તેમની ગાડીની ચકાસણીમાં કારમાંથી દારૂની બોટલ પણ મળી અાવી હતી.

અા અંગે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અા અંગેના સમાચાર બાદ વેપારીઅોમાં પણ અા અંગે ભારે ચર્ચા જાગી છે.  પોલીસના અાક્ષેપ મુજબ અા સમયે પોલીસ કર્મીની વર્દીનો કોલર પકડીને બટન તોડી નાંખી ઝપાઝપી કરી કહ્યું કે, તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી. પણ પોલીસે અાજે જીઅેસટીના અાસિસ્ટન્ટ કમિશ્નરને પોતાની હિંમત દેખાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે મજબૂર કરી દીધા હતા.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter