GSTV

GSEB 12th Result 2021/ ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Last Updated on July 17, 2021 by Damini Patel

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઇબી) આજે ધોરણ 12નું રિઝલ્ટ જારી કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે તેની ઘોષણા કરવામાં આવ્યાં. હાલ ફક્ત સાયંસ સ્ટ્રીમનું રિઝલ્ટ આવી રહ્યું છે. સાયંસ સ્ટ્રીમના કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જઇને રિઝલ્ટ ચેક કરી શકે છે. આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરના પગલે પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. ગુજરાત બોર્ડના નિયમ અનુસાર એક વિદ્યાર્થીને આગામી ચરણ માટે યોગ્ય માનવામાં આવનાર તમામ વિષયોમાં ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ મેળવવો પડશે. પરીક્ષા રદ થયા બાદ બોર્ડ દ્વારા રચવામાં આવેલ 11 શિક્ષણવિદોની કમિટીએ ગુજરાત ક્લાસ 12 ઇવેલ્યુએશન પોલીસી 2021 તૈયાર કરી હતી.

GSEB 12th Result 2021 : આ સ્ટેપ્સથી કરી શકો છો તપાસ

સ્ટેપ્સ 1: ગુજરાત બોર્ડ 12 મા પરિણામ માટે સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
સ્ટેપ્સ 2: આ પછી, વેબસાઇટ પર આપેલ 12માના પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ્સ 3: હવે માંગેલ માહિતી રોલ નંબર વગેરે સબમિટ કરો.
સ્ટેપ્સ 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ્સ 5: હવે તે તપાસો.

મોબાઈલ પરથી નહિ જોઈ શકાય રિઝલ્ટ

ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે આતુર છે પરંતુ તેઓ મોબાઈલ પરથી પરિણામ જોઈ શકે નહિ. પરિણામ ચેક કરવા માટે તેઓએ ડેસ્કટોપનો જ ઉપયોગ કરવો પડશે. સાથે જ વિદ્યાર્થીઓને હાલમાં માર્કશીટ આપવામાં નહીં આવે. પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હશે તો 15 દિવસમાં જ પોતાનું પરિણામ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

  • આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરાયું
  • પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાયુ
  • વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલના ઈંડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે
  • કોરોના મહામારીને કારણે રાજ્યસરકારે 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું
  • ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાયા છે
  • જો પરિણામથી સંતોષ ન હોય તો 15 દિવસમાં પોતાનું બોર્ડની કચેરીમાં જમા કરાવવાનું રહેશે
  • આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે

વિદ્યાર્થીઓને હાલમાં માર્કશીટ આપવામાં નહીં આવે. પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હશે તો 15 દિવસમાં જ પોતાનું પરિણામ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.

પરિણામનો ફોર્મ્યુલા

પરિણામની ફોર્મ્યુલા પ્રમાણે ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો. 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો. 10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે. જ્યારે ગ્રુપ-B ના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે.

RESULT

આ રીતે હશે માર્કિંગ

આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ 10માં ધોરણથી લઇને અત્યાર સુધીના તેમના પરફોર્મન્સના આધારે બનશે. ગુજરાત બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓની માર્કિંગ 50:25:25 ના પ્રમાણમાં કરશે. એટલે કે કુલ 100 ટકામાંથી 50 ટકા માર્ક્સ વિદ્યાર્થીઓના ધોરણ 10ના આધાર પર આપવામાં આવશે. જો કે, 25 ટકા વર્ગ 11 ના યુનિટ ટેસ્ટ અને બાકીના 25 ટકા વર્ગ 12 માં થયેલા યુનિટ ટેસ્ટના આધાર પર મળશે. ગુજરાત બોર્ડ ધોરણ 12માંનું પરિણામ જાહેર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

CBSE 10th Result

ગયા વર્ષનું રિઝલ્ટ

ગયા વર્ષે એટલે કે 2019-20 માં રજિસ્ટ્રેશન કરાયેલ 3.71 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.83 લાખએ કલા અને વાણિજ્ય સહિત અન્ય વિષયોમાં 76.29 ટકા અંકો સાથે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. જ્યારે 2018-19 માં 73.27 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!