GSTV
Home » News » GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ અજય પટેલ અને શંકર ચૌધરીની બિન હરીફ વરણી કવામાં આવી છે

ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકના 22 ડિરેક્ટરો ની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 2009થી ચેરમેન પદે અજય પટેલ અને વાઇસ ચેરમેન પદે શંકર ચૌધરી છે. જેઓને વધુ એકવાર જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક છેલ્લા 5 વર્ષમાં 100 કરોડથી વધુ નફો કરી રહી છે. રાજ્યની તમામ સહકારી બેંકોને એક છત નીચે લેવામાં ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકનો ખુબ મોટો ફાળો રહ્યો છે.

રાજ્યની નબળી પડેલ પાંચ સહકારી બેંકો જૂનાગઢ,વડોદરા,સુરેન્દ્રનગર, પંચમહાલ અને કચ્છ જિલ્લા સહકારી બેંકોને બેઠી કરી દોડતી કરવામાં ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકની મહત્વની કામગીરી રહી છે.

ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેને દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પીએમના સપનાને સાકાર કરવા ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક  કામ કરશે. રાજ્યની 8 હજાર 400 સહકારી મંડળીઓના 28 લાખ ખેડૂતો ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક સાથે જોડાયેલા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!