GSTV
Home » News » વિજળીના તાર પર ચઢી ગયો યુવાન, નીચે ઉતારવા પહોંચ્યું ટ્રેનનું એન્જિન, વીડિયો વાયરલ

વિજળીના તાર પર ચઢી ગયો યુવાન, નીચે ઉતારવા પહોંચ્યું ટ્રેનનું એન્જિન, વીડિયો વાયરલ

એમપી ડબરા રેલવે સ્ટેશન પાસે એ સમયે અફરાતફરી થઈ ગઈ, જ્યારે એક યુવાન રેલ્વે તાર પર ચઢી ગયો. સદભાગ્યે એ સમયે તારમાં કરંટ નહોંતો. મહા મુશ્કેલીએ રેલ્વે પોલીસનો ટીમે એ વ્યક્તિને નીચે ઉતાર્યો, જેનો વીડિયો અત્યારે વાયરલ બન્યો છે.

લગભગ એક કલાકની મહેનત બાદ રેલવેના રખરવાવ કર્મચારીઓ અને GRP પોલીસે મળીને મહા મુશ્કેલીએ યુવાનને નીચે ઉતાર્યો, આ દરમિયાન લગભગ એક કલાક રેલવે ટ્રેક પણ બંધ રહ્યો. રેલવેના ડિવીઝનલ કમર્શિયલ મેનેજર અખિલ શુક્લાએ જણાવ્યું કે, આ ઘટના ડબરા સ્ટેન પાસેની છે.

તેમણે જણાવ્યું કે, મંગળવારે સવારે લગભગ છ વાગે એક યુવાન ડાઉન લાઇનમાં વિજળીના થાંભલા પર ચઢ્યો છે એવી સૂચના માલગાડીના ગાર્ડે આપી. આ સૂચના મળતાં જ ડબરા સ્ટેશનની લાઇન રખરખાવ દલ અને GRP કર્મીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા.

યુવાનને ઉતારવા વિજળી લાઇન બંધ કરવી પડી અને લગભગ એક કલાકની મહેનત બાદ તેને નીચે ઉતારવામાં સફળતા મળી. મળેલી માહિતી અનુસાર, યુવાન માનસિક રોગી છે, અત્યારે ગીઆરપી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!