GSTV

પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર : ચોકીદારના કારણે કેટલાંક ચોરોની ઊંઘ ઉડી

Last Updated on June 24, 2019 by Mayur Vora

વડાપ્રધાન મોદી પોતાની સંસદીય મતવિસ્તાર વારાણસીના  પ્રવાસે છે. તેમણે વારાણસી પહેલાં ગાઝીપુરની મુલાકાત કરી જ્યાં તેમણે મહારાજા સુહેલદેવ પર એક પોસ્ટની ટીકીટ જાહેર કરી. તેમજ મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કર્યો.

અહીં આયોજીત રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, તમારા ચોકીદારે દિવસ-રાત એક કરી દીધાં છે. ચોકીદારના કારણે કેટલાંક ચોરોની ઊંઘ ઉડી ગઇ છે. થોડાં દિવસોમાં આ ચોરોને સાચી જગ્યાએ પહોંચાડીશું.

ખેડુતોની દેવા માફી પર તેમણે કહ્યું કે, કર્ણાટકમાં  કોંગ્રેસે દેવામાફીની વાત કરી મત મેળવ્યા અને પાછલા દરવાજેથી સરકાર બનાવ્યા બાદ તેમણે માત્ર 800 ખેડુતોને ફાયદો કરાવ્યો. આ કેવી રમત, આ કેવી છેતરપિંડી, ખેડુતોની ફાઇલ પર કોંગ્રેસ બેસી હતી. કોંગ્રેસે ખેડુતોને બર્બાદ કર્યા અને દેવાદાર બનાવ્યા. તેણે સ્વામિનાથ આયોગની ભલામણો લાગૂ કરી નહી. અમારી સરકારે તેને લાગૂ કરી.

તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં મારા આજના પ્રવાસ દરમિયાન પૂર્વાંચલને દેશનું એક મોટું મેડિકલ હબ બનાવવા, કૃષિ સાથે સંકળાયેલી શોધોને મહત્વપૂર્ણ સેન્ટર બનાવવા અને ઉત્તરપ્રદેશના લઘુ ઉદ્યોગોને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ મહારાજા સહેલદેવનું ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત પણ કરી.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!