GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મગફળીમાં આ છે ટેકાનું ગણિત, ખેડૂતોના માથે નખાય છે ખર્ચ

રાજકોટમાં બીજા દિવસે મગફળી ખરીદી નું કામ કાચબા ની ગતિએ ચાલી રહ્યુ છે. લાખો ટન મગફળીના ઉત્પાદન સામે સરકાર દ્વારા મામૂલી ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટના 11 કેન્દ્રો પર સજ્જડ સુરક્ષા વચ્ચે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે 243 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 15 હજાર અત્યાર સુધીમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કારવ્યુ છે. ગઈકાલે સેન્ટર પર આવેલા 34 ખેડૂતો ની મગફળી ખરીદી પેન્ડિંગ રહી હતી. ત્યારે સરકાર દ્વારા ટેક્નિકલ ખામી દૂર કરીને ઝડપથી ખરીદી કરવામાં આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ભલે કર્યુ હોય પરંતુ મગફળીમાં ટેકાનું ગણિત કંઈક અલગ છે. સરકાર ટેકાના ભાવ એટલે કે, 1001 રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરે છે. જેમા ત્રણ રૂપિયા સરકારી બારદાન ભરવાની મજૂરી, એક મણે 18 રૂપિયા ગાડી ભાડું, 20 રૂપિયા ખેડૂતનો સામાન્ય ખર્ચ, તમામ ખર્ચના બાદ કરતા ખેડૂતના હાથમા માત્ર આવે તો 950 રૂપિયા અને કહેવાય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે. તેમા પણ આઠ ટકાથી વધુ મગફળીમાં ભેજ હોય તો આવી મગફળી ખરીદવામાં આવતી નથી. સરકાર આ મગફળી વેપારીઓને વેચે તો તેના 1500થી 1700 રૂપિયા પ્રતિ મણે મળે અને દાણો ખેડૂત ખરીદે તો તેના ખેડૂતને પ્રતિ મણે 2200 રૂપિયા ચુકવવા પડે.

  • મગફળીમાં ટેકાનું ગણિત
  • 1001 રૂપિયામાં મગફળીની ખરીદી
  • 3 રૂપિયા સરકરી બારદાનમાં ભરવાની મજૂરી
  • એક મણે 18 રૂપિયા ગાડીનું ભાડું
  • 20 રૂપિયા ખેડૂતોનો સામાન્ય ખર્ચ
  • તમામ ખર્ચ બાદ કરતા ખેડૂતોના હાથમાં આવે 950 રૂપિયા
  • 8 ટકાથી વધુ ભેજ વાળી મગફળી નથી ખરીદાતી
  • વેપારીને 1500થી 1700 રૂપિયા પ્રતિ મણની કિંમતે વેચશે સરકાર
  • આ મગફળીનો દાણો ખેડૂતોને 2200 રૂપિયા પ્રતિ મણ લેખે ખરીદવો પડે

Read Also 

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!