GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મગફળીના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ ફાયદાકારક નિર્ણય

મગફળી ખરીદી અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણ લીધો છે. સરકાર પળલેલી મગફળી ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. સરકાર આઠ ટકા સુધી ભીંજાયેલી મગફળી ખરીદશે. ભીંજાયેલી મગફળી ખરીદવા સરકારે 5 દિવસનો વિશેષ સમય ફાળવ્યો છે. જે મુજબ 18થી 22 નવેમ્બર દરમિયાન સરકાર ભીંજાયેલી મગફળી ખરીદશે. તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીમાં ખેડૂતોને ફોન કરી અને જીલ્લા તંત્ર આ અંગે માહિતી મેળવશે.  ભીંજાયેલી મગફળી ખરીદવાના મુદ્દે અન્ન અને નાગરીક પુરવઠા નિગમે જીલ્લા તંત્રને પત્ર પણ લખ્યો છે.

મગફળીના પેકેજીંગના માપદંડમાં કરવામાં આવ્યા ફેરફાર

મગફળીના પેકિંગમાં હાલાકી પડતી હોવાથી મગફળીની 20 નંબરની જાતના પેકેજીંગના માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. 35 કિલોના પેકીંગને બદલે 30 કિલોના પેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવશે. મગફળીના પેકેજીંગમાં પુરવઠા વિભાગને મુશ્કેલી પડી રહી છે. 1 બોરીમાં 35 કિગ્રા વજન ભરવાનો નિયમ છે. 20 નંબરની જાતની મગફળી મોટી હોવાથી 35 કિલોની બોરીમાં સમાવી શકાતી નથી.

Read Also

Related posts

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva

પાલનપુરમાં ગરીબો પાસેથી અનાજ પડાવી લેવાનું કૌભાંડ ઝડપાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!