GSTV

સિંગતેલનો ડબ્બો સસ્તો, સત્તત બીજા દિવસે ભાવમાં થયો આટલો ઘટાડો

Last Updated on October 4, 2019 by Bansari

દશેરા અને દિવાળીના તહેવાર પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે.રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મગફળીમાં નવા પાકની આવકની અસર સિંગતેલના ભાવમાં જોવા મળી છે.મગફળીમાં સારા પાકની આશાએ ડબ્બા પર બે દિવસમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે.ઘણા સમય બાદ તેલના ભાવ ઘટતાં ગૃહિણીઓ માટે રાહત જોવા મળી છે.

રાજકોટ સિંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. 2 દિવસમાં 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 150થી 170 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ડબાનો ભાવ હાલ 1800 રૂપિયાએ પહોંચ્યો છે. ગઇ કાલે સિંગતેલના ડબ્બે ભાવ 1820 રૂપિયા થયો હતો.

સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની બંપર આવકને પગલે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલનો ડબો દિવાળી સુધીમાં 1600 રૂપિયા થઈ જાય તેવી વેપારીઓની ધારણા જોવા મળી રહી છે. દરવર્ષે નવી મગફળી આવતા સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે છે.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!