GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ખેડૂતો જ દેશને મંદીમાંથી તેજી તરફ લઈ જશે, ચાલુ વર્ષે મગફળીનું થયું છે આટલું વાવેતર…

રાજકોટ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્રારા આજે મગફળી અને સીંગતેલના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામા આવ્યા હતા.સોમાનું કહેવું છે કે ચાલુ વર્ષે ગત વર્ષ કરતા વાવેતર એક લાખ હેક્ટર વધ્યું છે. જેની સામે સારા વરસાદને લઇને ઉત્પાદન ડબલ આવશે. સોમાના સર્વે મુજબ ગત વર્ષ 14 થી 15 લાખ ટન જ મગફળીનુ ઉત્પાદન થયુ હતુ.

ચાલુ વર્ષે 30 લાખ ટન કરતા પણ વઘુ ઉત્પાદન થયુ છે. સીંગતેલના વેપારીએ દાવો કર્યો કે ચાલુ વર્ષે મગફળી સહીતના સારા પાકને લઇને દેશ આર્થિક મંદીમાથી તેજી તરફ પ્રયાણ કરશે. સોમાના પ્રમુખને સીંગતેલના ભાવ વિશે પુછતા તેમને સીગતેલના ડબ્બાના ભાવ કેટલા થશે. તેનો ગોળગોળ જવાબ આપ્યો હતો. નવાઇની વાત તો એ છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે. તે મગફળીના આંકડાઓ તેમની પાસે સચોટ હતા. પણ તેલના ભાવની ખબર ન હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે સારા વરસાદના પગલે વાવેતરમાં વધારો થયો હતો. પણ દુખની વાત એ પણ છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી સારી થઈ હોવા છતાં મેઘરાજાએ કૃપા દ્રષ્ટિમાં વધારો કરી દેતા ગુજરાતનાં ઘણા હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું હતું. પરિણામે એક સમયે ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિનું સર્જન થયું હતું.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર: આ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ, અહીં તો 16 ઇંચ ખાબક્યો

Bansari

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 735 કેસ નોંધાયા, ઘાતક વાયરસનો વધ્યો ભરડો

pratik shah

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!