GSTV

વર્કફ્રોમ વેડિંગ/ લગ્ન મંડપમાં ગોરબાપા મંત્ર ભણતા રહ્યા ને વરરાજાએ લેપટોપ પર કામ ચાલુ રાખ્યું, દુલ્હનનો પારો ખસી ગયો

Last Updated on July 26, 2021 by Harshad Patel

કોરોના મહામારીને કારણે લોકોનું જીવન સાવ બદલાઈ ગયું છે. ઓફિસો બંધ થઈ અને વર્કફ્રોમ હોમ કલ્ચર ચાલુ થયું છે. ઘર પર કામ સાથે જરૂરી કામ પણ લોકો પતાવી રહ્યા છે. એવામાં એક લગ્નનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો ચે. જેમાં વરરાજો લગ્નના મંડપથી કામ કરી રહ્યો છે.

કામમાં એટલો વ્યસ્ત હતો કે શું થાય છે તેની પણ ખબર ના પડી

આ વીડિયોમાં વરરાજો લગ્નની રીતરિવાજો નિભાવવા દરમિયાન લેપટોપ અને મોબાઈલ લઈને મંડપથી જ ઓફિસનું કામકાજ જોઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને યુઝર્સમાં કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. તો લોકોને આ વીડિયો ખૂબ પસંદ પણ આવ્યો છે. મંડપમાં બેસીને પંડિતજી મંત્ર બોલતા દેખાઈ રહ્યા છે અને વરરાજા લેપટોપ પર કામ કરતા નજર આવી રહ્યા છે. વરરાજો એટલો બધો વ્યસ્ત છે કે તેની આસપાસ શું થઈ રહ્યું છે તેની પણ તેને ખબર નથી. તે પછી જ્યારે વરરાજાનું કામ પૂરું થયું તો તેણે લગ્નની વિધિમાં ધ્યાન આપ્યું.

દુલ્હન દૂર બેઠા હસી પડી

મંડપથી કેટલેક દૂર જ દુલ્હન પોતાની બહેનપણીઓ સાથે બેઠેલી દેખાય છે. જે વરરાજાની હાલત જોઈને પોતાનું હસવું નથી રોકી શકી. આ આખો વીડિયો કોઈએ બનાવી લીધો. જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. વરરાજો મંડપમાં કામ કરતો જોઈને દુલ્હનના હસવાની આ વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર જયરાજ નામા યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી હજારો વ્યૂઝ અને લાઈક મળી ચૂક્યા છે.

હનિમૂન માટે રજાઓ બચાવી રહ્યો

ત્યાં યુઝર્સ દ્વારા આ વીડિયો પર રોમાંચક કમેટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે વરરાજો હનિમૂન પર જવા માટે પોતાની રજાઓ બચાવી રહ્યો છે. એક અન્ય યુઝરે લખ્યું કે આ આઈટી એમ્પ્લોય લાગે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!