GSTV
Home » News » બેન્ડ-બાજા લગ્ન કરવા જઈ રહ્યો હતો વરરાજા, રસ્તામાં જ અનશન પર બેસી ગયો, જાણો આખો મામલો

બેન્ડ-બાજા લગ્ન કરવા જઈ રહ્યો હતો વરરાજા, રસ્તામાં જ અનશન પર બેસી ગયો, જાણો આખો મામલો

મહોબા જિલ્લામાં બેન્ડ બાજા અને બારાત સાથે જતા વરરાજા ભૂખ હડતાલ પર બેસી ગયા હતા. આ નજારો જોઇને જાનૈયાઓ અને રસ્તા પરથી પસાર થતા લોકો ચોંકી ગયા. તમને પણ આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ શહેરના અલ્હા ચોક ખાતે મેડિકલ કોલેજની માંગણી સાથે ચાલી રહેલી ભૂખ હડતાલ દરમિયાન જાન રસ્તા પરથી પસાર થતાં વરરાજો ઘોડા પરથી ઉતરી ગયો હતો અને ઉપવાસ પર બેઠેલા લોકો સાથે બેસી ગયો હતો અને મેડિકલ કોલેજને લઈને તેણે અવાજ ઉઠાવ્યો હતો..

શહેરનાં આલ્હા ચોકમાં સત્યમેવ જયતેનાં પ્રદેશ અધ્યક્ષ વિકાસ કુમારનાં નેતૃત્વમાં 10 દિવસથી જીલ્લામાં મેડિકલ કોલેજની માંગને લઈને અનિશ્ચિતકાળના ઉપવાસ ચાલી રહ્યા છે. રવિવારની સાંજે અડધા ડઝન કરતાં વધારે પદાધિકારીઓ અનશન પર બેઠા હતા.

ત્યારે ગ્રામ કુરારાથી મહોબા આવેલી જાનમાં સામેલ જાનૈયાઓ બેંડબાજાની ધૂન પર નાચતા જઈ રહ્યા હતા. જેવી વરરાજા અરવિંદની નજર મેડિકલ કોલેજની માંગને લઈને ચાલી રહેલાં અનશનના બેનર તેમજ ઉપવાસીઓ ઉપર પડી તો તે ઘોડા ઉપરથી ઉતરીને ઉપવાસના સ્થળ પર બેસી ગયો હતો.

આ જોઈને ઉપવાસીઓ ખુશ થઈ ગયા હતા તો બીજી તરફ જાનૈયાઓ ચોંકી ગયા હતા. લગભગ 10 મિનિટ સુધી વરરાજો સ્થળ પર બેસી રહ્યો હતો અને જાનૈયાઓ આલ્હા ચોક પર એકબાજુ ઉભા રહ્યા હતા. અનશન પર બેઠેલાં વરરાજાને જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા ચૂંટણી સમયે દુલ્હા-દુલ્હનને મત આપતા તો સૌકોઈએ જોયા છે પરંતુ જયમાલા પહેરેલાં દુલ્હાને અનશન પર બેસેલો જોઈને લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ દરમ્યાન વરરાજો અને ઉપવાસીઓએ શાસન-પ્રશાસન જીલ્લમાં મેડિકલ કોલેજ ખોલવાની માંગ કરી હતી. બાદમાં વરરાજો અને જાનૈયાઓ પેલેસ માટે રવાના થયા હતા.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!