જ્યારે પણ કોઈના લગ્ન નક્કી થાય છે તો સગા-સંબંધી, મિત્ર-યારોને આમંત્રણ આપવા માટે કાર્ડ છપાવવામાં આવે છે. કાર્ડ છપાવતી વખતે ઘરના લોકો સારું અને શાનદાર લગ્નનું કાર્ડ પસંદ કરે છે. ક્યારેક-ક્યારેક કેટલાંક લોકો યુનીક કરવાના ચક્કરમાં કઈક એવું કરી નાખે છે જેને જોઈને મહેમાનો વિચારમાં પડી જાય છે.

એટલું જ નહીં, જ્યારે આવા કાર્ડ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે તો વાયરલ થવામાં થોડો પણ સમય નથી લાગતો. લગ્નના કાર્ડ પર લખેલ ચીજો ખૂબ મહત્વ ધરાવે છે. મહેમાન અંદર-બહાર બધી ચીજોને સારી રીતે વાંચે છે. હરિયાણામાં એક પરિવારે હરિયાણવી ભાષામાં કાર્ડ છપાવ્યા.
હરિયાણવી સ્ટાઇલમાં છપાવ્યું લગ્નનું કાર્ડ
હાલમાં, આ કાર્ડ ઘણા વર્ષ જૂનું છે, પંરતુ એકવાર ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને આ કાર્ડ પર લખેલી ચીજોને વાંચીને લોકો આશ્ચર્યચક્તિ છે. ઘણીવાર તમે હિન્દી અથવા અંગ્રેજીમાં લગ્નના કાર્ડ જુઓ છો, પરંતુ કાર્ડ પર સ્થાનિક ભાષામાં લખેલું હોય એવું ભાગ્ય જ જોવા મળે. કંઈક આવું જ આ કાર્ડમાં જોવા મળ્યું.
હરિયાણાના કોઈ પરિવારે આ કાર્ડ પર હરીયાણવી ભાષામાં લખાવ્યું. કાર્ડમાં સૌથી પહેલા લખ્યું, ‘સૌથી પહેલા ગણેશ મહારાજ જી ની જય’. તે પછી બધુ હરીયાણવી ભાષામાં લખવામાં આવ્યું છે. અહીં સુધી કે દુલ્હા અને દુલ્હનના નામ આગળ છોરા અને છોરી લખેલું છે.
આખી કંકોતરી હરીયાણવી ભાષામાં લખી
સૌથી રસપ્રદ વાત તો એ છે કે માત્ર નામ જ નહીં, સરનામું, કાર્યક્રમ અને દિવસ-તારીખ પણ હરિયાણવી ભાષામાં લખેલી છે. કાર્ડ પર લખેલી તારીખથી ખબર પડે છે કે આ લગ્નનું કાર્ડ વર્ષ 2015નું છે. આ કાર્ડને જોઈને લોકો દંગ રહી ગયા હશે. એટલું જ નહી, જ્યારે મહેમાનોએ આ કાર્ડને જોયું હશે તો તે લગ્નમાં જતા પહેલા વિચારમાં પડી ગયા હશે. સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરાઈ રહ્યું છે.
READ ALSO
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- દરરોજ 30 મિનિટ ધીમે ધીમે દોડવાથી ગંભીર રોગોનું જોખમ થાય છે ઓછું, જાણો શા માટે તમારે દરરોજ આ કસરત કરવી જોઈએ
- રાહુલ કે નીતીશ નહીં, ખડગે INDIA ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર બની શકે છે, સોનિયા ગાંધીએ આપ્યા સંકેત
- ઘરમાં ક્યારેય ખતમ ન થવા દો આટલી વસ્તુઓ, ગરીબ બનાવી દેશે આ ભૂલો
- જૂનાગઢના દોલતપરામાં માતાએ દીપડાના મુખમાંથી પોતાના બાળકને બચાવ્યું, ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધ્યા