GSTV

જૂતા ચોરવાની વિધિ સમયે વરરાજાએ એવું વર્તન કર્યું કે દુલ્હને તોડી નાખ્યા લગ્ન

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં જાન લઈને આવેલા વરરાજાએ કન્યા પક્ષની મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેના કારણે વરરાજાએ દુલ્હનને લીધા વગર પરત ફરવું પડ્યું હતું. આ ઘટના મુજફ્ફરનગર જિલ્લાના સિસૌલી ગામમાં શનિવારે બની હતી. ડખો ત્યારે શરૂ થયો જ્યારે રિવાજ પ્રમાણે કન્યા પક્ષની મહિલાઓએ વરરાજાના જૂતા ચોરી લીધા અને પૈસા માંગ્યા.

જૂતા ચોરવાની વિધિને લગ્નમાં એક હસી મજાક તરીકે જોવામાં આવે છે. જો કે વિધિના કારણે વરરાજા બનેલા વિવેકકુમારને ગુસ્સો આવી ગયો હતો અને તેમણે કન્યા પક્ષની મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ કન્યા પક્ષના લોકોએ ગુસ્સે થયેલા વરરાજાને મનાવવાની કોશીશ કરી હતી. જેનાથી તે વધુ ભડકી ગયો અને તેમણે કન્યાપક્ષના એક વ્યક્તિને લાફો મારી દીધો હતો. આ ઘટનાની જાણ દુલ્હનને થતા તેમણે લગ્ન તોડી નાખ્યા હતા.

જાન દુલ્હન લીધા વગર પરત ફરી પરંતુ વરરાજા, વરરાજાના પિતા અને કેટલાક સંબંધીઓને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. દુલ્હને વરરાજાને દહેજમાં આપેલા 10 લાખ રૂપિયા પરત આપવાની માગ કરી હતી. ત્યારબાદ ગામલોકોની મધ્યસ્થીના કારણે આખરે સમાધાન કરવામાં આવ્યું હતું. દુલ્હને તે વરરાજા સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!