GSTV

ઉત્સાહિ દુલ્હો: વાવાઝોડાના ઢીંચણસમા પાણીમાં પણ જાન લઈને ચાલતા નિકળી પડ્યો, આટલી મુસિબતમાં પણ નવી મુસિબત લેવા જતો વરરાજો

Last Updated on May 30, 2021 by Pravin Makwana

દેશભરમાં કોરોનાના કારણએ લોકોના કેટલાય કામો અટકી પડ્યા છે. ત્યાં સુધી કે, લગ્નો માટે કડક ગાઈડલાઈન બનાવેલી છે. જેના કારણે કેટલાય લોકોએ પોતાના લગ્ન ટાળી દીધા હતા. જો કે, અમુક લોકો એવા પણ છે, આકાશ પાતાળ એક થઈ જાય તો પણ લગ્ન તો કરવાના જ, એવી ગાંઠ મારીને બેઠા છે. કોરોનાની સાથે વાવાઝોડાએ પણ ઉપાડો લીધો હતો. કેટલાય રાજ્યોમાં તોફાન અને વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને આપ પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થયેલા આ વીડિયોમાં આપ જોઈ શકશો કે, વરસાદનું પાણી તેમાં દેખાઈ રહ્યુ છે અને તે પાણીમાં એક વરરાજો લોકોની સાથે સજીધજીને ચાલી રહ્યો છે. વીડિયો જોઈને સ્પષ્ટ દેખાઈ આવે છે કે, આ જાનનો વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર આઈપીએસ અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યુ હતું કે, મુસીબતના સમયે એક ઓર મુસીબત લેનારો.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કેટલાય લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વીડિયો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ હતું કે, ખતરાને પાર કરીને ખતરો લેવા જતો દુલ્હો. બીજાએ લખ્યુ હિંમતવાળો બંદો.

READ ALSO

Related posts

વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય, બિલને કેબિનેટની મંજૂરી

Damini Patel

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!