GSTV

એક રિવાજ આવો/ મંડપમાં બેઠેલી કન્યાને કીસ કરવા લાગ્યો વરરાજો, જોઈને શરમાઈ ગઈ સ્ત્રીઓ, વીડિયો થયો વાયરલ

Last Updated on July 20, 2021 by Harshad Patel

ભારતમાં લગ્ન દરમિયાન કરવામાં આવતી ધાર્મિક વિધિઓ રીત રીવાજો દરેક રાજ્યમાં તેમજ સમાજમાં અલગ અલગ હોય છે. પરંતુ કેટલાક રિવાજો એવા છે કે જે બધાં લગ્નમાં સામાન્ય છે. જો કે દૂર-દૂરના વિસ્તારોમાં આવા રિવાજો છે, જેના વિશે લોકો બહુ ઓછા જાણે છે. સોશ્યલ મીડિયા પર એક ગામનો વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વરરાજા ગાલને પકડીને કિસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યો છે.

વરરાજાએ ચુંબન કરવાનો કર્યો પ્રયાસ

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મંડપમાં વધુની સામે વરરાજા બેઠા છે અને નજીકમાં પરિવારના સભ્યો બેઠા છે. આ દરમિયાન, વરરાજા અચાનક દુલ્હનનું ગળું પકડીને તેને પોતાની નજીક ખેંચી લેતી વખતે કિસ કરવાનો પ્રયત્ન કરે છે.

એક અલગ પ્રકારનો છે આ રિવાજ

જો કે, વીડિયોમાં જોઇને કંઈક આવું જ સમજમાં આવ્યું છે. પરંતુ જો વિચાર કરવામાં આવે તો આ એક ધાર્મિક વિધી છે. જેમાં દુલ્હનના મોં મા પાન રાખવામાં આવે છે. પછી વરરાજાને હાથનો સ્પર્શ કર્યા વિના દુલ્હનના મોંમાંથી પાન લેવાનો કહેવામાં આવે છે. એવામાં જ્યારે વરરાજાએ દુલ્હનના મોંમાંથી પાન ખેંચવાનો પ્રયાસ કર્યો તો એવું લાગ્યું કે વરરાજા ચુંબન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે વીડિયો

વીડિયો જોયા પછી લોકો હાલ એવું જ સમજી રહ્યા છે કે વરરાજા કન્યાને ચુંબન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. નિરંજન મહાપત્રાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને હજારો લોકોએ પસંદ કર્યો છે. આટલું જ નહીં, કેટલાક લોકો આ અંગે રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!