GSTV
Corona Virus India News Trending

દેશમાં આ લોકોને લીધે ફેલાઈ રહ્યો છે કોરોના, આરોગ્ય મંત્રાલયે પત્ર લખી રાજ્યોને કર્યા સાવધ

કેન્દ્ર સરકારને લાગે છે કે ગ્રોસરીની દુકાનો પર કામ કરનારા, રેકડીવાળાઓથી કોરોના સંક્રમણ ફેલાવાનો વધુ ભય રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ તેના દ્વારા મોટા પ્રમાણમાં વસ્તીઓને ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે આવા લોકોનું ટેસ્ટિંગ ખૂબજ ઝડપથી કરવામાં આવે. જેથી તેમનામાં સંક્રમણની ખબર પહેલા પડી જાય. હેલ્થ મિનિસ્ટ્રી મુજબ એનાથી મૃત્યુદર ઓછો કરવામાં મદદ મળી શકે છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલી ચિઠ્ઠીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આ સલાહ આપી છે.

કરિયાણાની દુકાન, શાકભાજી ફેરિયાઓનું ટેસ્ટિંગ ઝડપથી કરો

આરોગ્ય મંત્રાલયે પોતાના પત્રમાં જણાવ્યું છે કે “કામના બંધ સ્થળો પર ઔદ્યોગિક ક્લસ્ટરો હોઈ શકે છે જ્યાં લોકો વધુ કેસોવાળી જગ્યાએથી આવતા હોય છે. ઝૂંપડપટ્ટી, જેલ, વૃદ્ધાશ્રમમાં હોટસ્પોટ પણ હોઈ શકે છે. આ સિવાય કરિયાણાની દુકાન, શાકભાજી અને અન્ય રેકડીવાળા ફેરિયાઓ પણ સંભવિત સ્પ્રેડર્સ હોઈ શકે છે. આવા વિસ્તારો અને આવા લોકોની પરીક્ષણ આઇસીએમઆર માર્ગદર્શિકા મુજબ ઝડપથી કરવામાં આવવા જોઈએ.

કોઈપણ કિંમતે જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું

ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે, ઓક્સિજન સુવિધા અને ક્વિક રેસ્પોન્સ મિકેનિઝમવાળી એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પણ જરૂરિયાત છે. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સના ઇનકારના દરની દરરોજ તપાસ કરવી જોઈએ અને તેને શૂન્ય પર લાવવું જોઈએ. ઘણા રાજ્યોમાં દર્દીઓને એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે. હવે નવા ક્ષેત્રોમાં કોરોના કેસ બહાર આવી રહ્યા છે. ભૂષણે કહ્યું કે જિલ્લાઓમાં કેસના ઝૂમખા કે મોટો ફેલાવો હોઈ શકે છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને નવા સ્થળોએ ફાટી નીકળતા આઉટબ્રેકરને અટકાવવા એ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે તે જ સમયે કોઈપણ કિંમતે જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

READ ALSO

Related posts

મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ

Hardik Hingu

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો

Drashti Joshi
GSTV