GSTV

આ રીતે બનાવો ‘ગ્રિલ્ડ વેજી ટોફૂ સેન્ડવિચ’, મિનિટોમાં જ થઈ જશે તૈયાર

ટોફૂ સેન્ડવિચ

ગ્રિલ્ડ બેઝ સેન્ડવિચ બનાવવી કોઈ મોટી વાત નથી. તમે તેને વારંવાર ઘરે બનાવીને ખાતા જ હશો પરંતુ આજે બનાવો વેજ ટોફૂ સેન્ડવિચ. તેમાં ઘણા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને સરળતાથી બનાવવામાં આવે છે.

જરૂરી સામગ્રી

  • 4 બ્રેડ સ્લાઈઝ
  • 1 કપ પનીર
  • ¼ કપ ડુંગળી
  • ¼ કપ વટાણા
  • ¼ કપ ટામેટા
  • ¼ કપ ગાજર
  • ¼ કપ કોબીજ
  • ¼ કપ બીન્સ
  • ¼ કપ ફુલાવર
  • 1 ટીસ્પૂન મરી પાવડર
  • 1 ટીસ્પૂન ચાટ મસાલા
  • 1 ટીસ્પૂન ગરમ મસાલા
  • 2 ટેબલસ્પૂન મેયોનીઝ
  • 2 ટેબલસ્પૂન ટોમેટો સોસ
  • મીઠુ સ્વાદઅનુસા
  • તેલ જરૂર અનુસાર

બનાવવાની રીત

  1. સૌથી પહેલા મીડિયમ ફ્લેમ પર પેનમાં તેલ નાખીને તેને ગરમ કરી લો.
  2. તેમાં પનીર સિવાયના બધા શાકભાજી નાખીને તેને ચઢવી લો.
  3. ત્યાર બાદ તેમાં પનીર નાખો.
  4. હવે મરી પાઉડર, ચાટ મસાલા, ગરમ મસાલા અને મીઠુ નાખીને ગેસ બંધ કરી લો.
  5. મસાલાને ઠંડો થવા દો અને ત્યાર બાદ તેમાં મેયોનીઝ અને ટોમેટો સોસ નાખીને સ્ટફિંગ તૈયાર કરી લો
  6. હવે મીડિયમ ફ્લેમ પર સેન્ડવિચ મેકર પ્રીહિચ કરવા માટે મુકી દો.
  7. હવે બ્રેડની સ્લાઈસ લઈને તેના પર સ્ટફિંગનો એક ચમચો મુકીને તેના પર બીજી બ્રેડથી કવર કરી લો.
  8. પ્રીહીટેડ સેન્ડવિચ મેકર પર તેલ લગાવો અને બ્રેડ મુકી દો.
  9. બન્ને તરફથી થોડુ બ્રાઉન થવા સુધી તેને શેકી લો.
  10. આ રીતે તૈયાર છે ગ્રિલ્ડ વેજી ટોફૂ સેન્ડવિચ. સોસની સાથે તેને ગરમગરમ સર્વ કરો.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!